Prateik Babbar Wedding: લગ્નના બંધનમાં બંધાયા પ્રતીક બબ્બર અને પ્રિયા,જુઓ શાનદાર તસવીરો

Prateik Babbar Wedding: લગ્નના બંધનમાં બંધાયા પ્રતીક બબ્બર અને પ્રિયા,જુઓ શાનદાર તસવીરો

લગ્નના બંધનમાં બંધાયા પ્રતીક બબ્બર અને પ્રિયા

1/6
બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બરે આજે વેલેન્ટાઈન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીના દિવસે ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે સાત ફેરા લીધા છે. લગ્નમાં આ કપલ રોયલ લુકમાં જોવા મળ્યું હતું. તસવીરોમાં જુઓ કપલનો શાનદાર અંદાજ.
2/6
અભિનેતા પ્રતિક બબ્બર પીઢ અભિનેતા રાજ બબ્બર અને દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલનો પુત્ર છે. જેણે આજે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા છે.
3/6
પ્રતીકે હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. જેમાં બંને લગ્નની વિધિ કરતા જોવા મળ્યા હતા.
4/6
પ્રતિક એક તસવીરમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. આ દરમિયાન પ્રિયા તેની પ્રેમથી કાળજી લેતી જોવા મળી હતી. લગ્ન પછી પ્રતિકે તેની દુલ્હનને લિપ-લૉક કરીને પ્રેમ વરસાવ્યો હતો. બંનેની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
5/6
પ્રતીક અને પ્રિયાએ લગ્નમાં મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા. અભિનેતા ઓફ વ્હાઇટ શેરવાનીમાં જોવા મળ્યો હતો. પ્રિયાએ પણ આ જ રંગનો લહેંગા પહેર્યો હતો.
6/6
લગ્ન બાદ પ્રતિક અને પ્રિયા પાપારાઝીને પણ મળ્યા હતા. ત્યાં પણ બંને કેમેરા સામે લિપ-લોક કરતા જોવા મળ્યા હતા. આ સિવાય કપલે પાપારાઝીઓને તેમના લગ્નની મીઠાઈઓ પણ વહેંચી હતી. આ દરમિયાન બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
Sponsored Links by Taboola