Priyanka Chopra Photos: MAMI ફિલ્મ ફેસ્ટિવમાં સામેલ થવા ભારત આવી પ્રિયંકા ચોપરા, હાથ જોડીને પાપારાઝીને કર્યું નમસ્તે

Priyanka Chopra Photos: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા ભારત આવી છે. તે આજે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરા ભારત પહોંચી છે

1/8
Priyanka Chopra Photos: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા ભારત આવી છે. તે આજે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
2/8
પ્રિયંકા ચોપરા પુત્રી માલતી સાથે ભારત આવી છે. જોકે, એરપોર્ટ પર માલતી પ્રિયંકા સાથે જોવા મળી ન હતી.
3/8
પ્રિયંકા મામી ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ભાગ લેવા ભારત આવી છે. આજથી આ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મામી ફિલ્મ ફેસ્ટિવલ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલવાનો છે.
4/8
એરપોર્ટ પર પ્રિયંકાની સ્ટાઈલ જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે. તેણે હાથ જોડીને પાપારાઝીનું અભિવાદન પણ કર્યું હતું.
5/8
પ્રિયંકાના લુકની વાત કરીએ તો તેણે ગ્રે પેન્ટ સાથે બ્લેક બ્રાલેટ પહેર્યું હતું.
6/8
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે ભારત આવી રહી છે.
7/8
પ્રિયંકાએ દીકરી માલતી સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં માલતી તેની માતા પ્રિયંકાનો હાથ પકડીને જોવા મળી હતી. જોકે બંનેના ચહેરા દેખાતા ન હતા.
8/8
પ્રિયંકા છેલ્લે તેની બહેન પરિણીતી ચોપરાની રોકા સેરેમનીમાં ભાગ લેવા ભારત આવી હતી. કામના કારણે તે પરિણીતીના લગ્નમાં હાજર રહી શકી ન હતી.
Sponsored Links by Taboola