Priyanka Chopra in Pink Dress: 'સિટાડેલ'નું પ્રમોશન કરવા પિંક ગાઉનમાં પહોંચી પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયંકાના ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની એક્શન-થ્રિલર સીરિઝ 'સિટાડેલ'ના પ્રીમિયર માટે લોસ એન્જલસ પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા પિંક ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પ્રિયંકાના ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળે છે. આની સાથે જ અભિનેત્રી પ્રિયંકાની સિરીઝની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
પ્રિયંકા ચોપરા સ્ટારર સિરિઝ સિટાડેલમાં તેના કો-એક્ટર રિચર્ડ મેડન પણ જોવા મળશે. આ સાથે બંને જાસૂસની ભૂમિકા ભજવશે. આ વેબ સિરીઝ 28 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જે OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ થશે.
થોડા દિવસો પહેલા અભિનેત્રી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે રોમ પહોંચી હતી, જ્યાં તેણે તેની એક્શન-થ્રિલર સીરિઝ સિટાડેલના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે લીલા રંગનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને રોમ પહોંચ્યા પછી તેણે પતિ નિક જોનાસ સાથે એક ફોટો પણ શેર કર્યો.