Celebs Insta Post Fees: ફિલ્મો સિવાય ઈંસ્ટાગ્રામ પરથી પણ કરોડો કમાય છે આ સિતારા, જાણો કેટલી છે ફી...
બોલિવૂડ સેલેબ્સ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેમની સાથે દરેક ક્ષણને સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમની ફિલ્મો સિવાય, સ્ટાર્સ તેમની ફેશન સેન્સ માટે પણ હેડલાઇન્સમાં રહે છે, જે મોટે ભાગે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં જોવા મળતું હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા શર્માની પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે. અહેવાલો અનુસાર, તેમને એક પોસ્ટ માટે 95 લાખ રૂપિયાની તગડી રકમ મળે છે.
ઈન્સ્ટાગ્રામ પર કરીના કપૂરને 9 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અહેવાલો અનુસાર, કરીના એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.
આલિયા ભટ્ટ કોઈ બ્રાન્ડની પોસ્ટ કરવા માટે કરોડો કમાય છે. અહેવાલ મુજબ આલિયા એક ઇન્સ્ટા પોસ્ટ માટે 85 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનને ઈન્સ્ટા પર 30 મિલિયન લોકો ફોલો કરે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેઓ એક પોસ્ટ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે.
અક્ષય કુમારના ઈન્સ્ટાગ્રામ પર 62 મિલિયન ફોલોઅર્સ છે. અહેવાલો અનુસાર, અક્ષય તેની એક પોસ્ટ માટે એક કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, કેટરીનાને એક પોસ્ટ માટે 97 લાખ રૂપિયા મળે છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટા પર 66 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાનો જાદૂ ફેલાવનાર પ્રિયંકા ચોપરાનો સોશિયલ મીડિયા પર ઘણો ક્રેઝ છે. અભિનેત્રી એક બ્રાન્ડ માટે પોસ્ટ કરવા માટે લગભગ 1.80 કરોડ ચાર્જ કરે છે.