Raghav Parineeti Wedding: ઉદયપુરના આ પેલેસમાં પરિણીતી લગ્નસૂત્રથી બંધાશે, જુઓ લક્સુરિયસ શાહી મહેલની તસવીરો
Raghav Parineeti Wedding: પરિણીતી ચોપરા બહુ જલ્દી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન અમે તમને તે મહેલની તસવીરો દર્શાવી રહ્યાં છીએ જ્યાં તે દુલ્હન બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંનેના લગ્ન ઉદયપુરની સૌથી લક્ઝુરિયસ હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે. આ માટે પેલેસમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
લગ્ન માટે મહેલને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઉદયપુરનો લીલા પેલેસ પિચોલા તળાવના કિનારે બનેલો છે. જ્યાં સૂર્યાસ્ત પછીનો નજારો ખૂબ જ મનોરમ હોય છે
MakeMyTrip અનુસાર, લીલા પેલેસમાં એક રૂમનું એક રાતનું ભાડું 8 લાખ છે.
આ પેલેસમાં લાઉંજ, સૈલૂન એક આઉટ ડોર પૂલ, સ્પા, બોટિંહ, લાઇવ ફોક મ્યુઝિક જેવી સુખ સુવિધા આપવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, પરિણીતિ અને રાઘવની સગાઇ આ વર્ષે મે માસમાં થઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં એ સમયે ખૂબ વાયરલ થઇ હતી.