પરિણીતિના સાસરીયામાં કોણ-કોણ છે ? કેવી છે સાસુ-સસરાની લાઇફસ્ટાઇલ ? જાણો રાઘવ ચડ્ઢાની ફેમિલી ડિટેલ્સ
Raghav Chadha Family Details: બૉલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાના શાહી લગ્નની ચર્ચા દેશમાં ચારેય બાજુએ થઇ રહી છે. બંને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધઇ જશે, લગ્નને લઇને અત્યારે ખુબ જ માહોલ જામ્યો છે. અત્યારે લગ્નના સ્થળે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પહેલા જાણો અહીં કોણ છે પરિણીતિ ચોપડાના સસરા? કેવી છે સાસુ અને સસરાની જીવનશૈલી? શું છે પતિ રાઘવ ચડ્ઢાના પરિવારની ડિટેલ્સ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતિ ટૂંક સમયમાં શ્રીમતી રાઘવ ચડ્ઢા બની જશે, જોકે, આ પહેલાં આજે અમે તમને તેના સાસરિયાઓ સાથે પરિચય કરાવીએ છીએ. તો ચાલો જાણીએ પરિણીતિના ભાવિ સાસરિયાઓ કોણ છે અને તેના ઘરે કોણ છે...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા પંજાબી પરિવારમાંથી આવે છે. તે દિલ્હીના રહેવાસી છે. રાઘવ ચડ્ઢાના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત તેની નાની બહેન પણ છે.
તેના પિતા સુનીલ ચડ્ઢા એક બિઝનેસમેન છે, જ્યારે તેની માતા અલકા હાઉસમેકર છે. રાઘવના માતા-પિતા દિલ્હીના રાજેન્દ્રનગરમાં રહે છે.
રાઘવની નાની બહેન વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
રાઘવે દિલ્હીની મૉડર્ન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને તેને શાળામાં ડિબેટ કરવાનો શોખ હતો. જ્યારે રાઘવ ચઢ્ઢાએ દિલ્હી યૂનિવર્સિટીમાંથી કૉલેજનો અભ્યાસ કર્યો હતો.
આ પછી તે વધુ અભ્યાસ માટે વિદેશ ગયો. તેને 'લંડન સ્કૂલ ઓફ ઈકોનૉમિક્સ'માંથી EMBA કૉર્સ કર્યો છે. આ સાથે તેણે કેટલીય એકાઉન્ટન્સી ફર્મ્સમાં પણ કામ કર્યું છે. રાજનીતિમાં પ્રવેશતા પહેલા રાઘવ ચડ્ઢા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા.
રાઘવ ચઢ્ઢાના રાજકીય કરિયરની વાત કરીએ તો, વર્ષ 2011માં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેના નેતૃત્વમાં 'ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન' ચળવળ શરૂ થઈ હતી. ત્યાર બાદ જ તેઓ અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા હતા.
આ દરમિયાન રાઘવ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યો હતો, ત્યારથી તેઓ રાજકારણમાં જોડાયા. વર્ષ 2012માં જ્યારે આમ જનતા પાર્ટીની રચના થઈ ત્યારે 24 વર્ષનો રાઘવ ચડ્ઢા ટેલિવિઝન ડિબેટમાં પાર્ટી વતી પોતાનો પક્ષ રજૂ કરતો હતો.