જ્યારે Shilpa Shettyના પતિ Raj Kundraએ પોતાની પ્રથમ પત્ની પર લગાવ્યો હતો જીજાજી સાથે અફેર હોવાનો આરોપ
Raj Kundra On First Wife: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા તેની બાયોપિક UT69 માટે ચર્ચામાં છે. રાજ કુન્દ્રાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પહેલી પત્ની વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિઝનેસમેન રાજ કુન્દ્રાએ 2009માં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે કવિતા સાથે લગ્ન કર્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ તેના પહેલા લગ્ન તૂટવાનું ચોંકાવનારું કારણ જણાવ્યું હતું.
રાજ કુન્દ્રાએ તેની પૂર્વ પત્ની કવિતા પર તેની બહેનના પતિ એટલે કે રાજ કુન્દ્રાના જીજાજી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો.
પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજ કુન્દ્રાએ તેમના છૂટાછેડાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, હું, મારા પિતા, મારી માતા અને બહેન, અમે બધા એક ઘરમાં રહેતા હતા. મારા જીજાજી પણ એ જ ઘરમાં રહેતા હતા તેઓ યુ.કેથી ભારત બિઝનેસ ભાઈ-ભાભી પણ એ જ ઘરમાં રહેતા હતા, જેઓ ભારતથી યુકે આવ્યા હતા. તે (કવિતા ) મારા જીજાજી સાથે ક્લોઝ થઇ ગઇ. જ્યારે હું પણ બિઝનેસ માટે બહાર જતો હતો જતો ત્યારે તે તેની સાથે સમય વિતાવતો હતો. મારા પરિવારના ઘણા સભ્યો અને મારા ડ્રાઈવર પણ લાગતુ હતું કે તેમની વચ્ચે કાંઇક છે પરંતુ હું ક્યારેય માનતો નહી. મેં તેના પર ક્યારેય શંકા કરી નહોતી.
રાજે કહ્યું હતું કે, મારી પત્ની અને મારા જીજાજી વંશ બંને અવારનવાર બહાર જતા હતા અને એક જ રૂમમાં બેસી રહેતા હતા. મને લાગે છે કે આના કારણે મારી બહેનને શંકા ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે કુન્દ્રાએ તેની પૂર્વ પત્ની કવિતા વિશે આ ખુલાસો ત્યારે કર્યો હતો જ્યારે કવિતાનો જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થયો હતો જેમાં તેણે શિલ્પા શેટ્ટી પર લગ્ન તોડવાનો આરોપ લગાવ્યો હતો.
રાજે વધુમાં જણાવ્યું હતું કે તેની બહેન થોડા સમય પછી તેના પતિ વંશ સાથે ભારત પાછી આવી હતી. આ દરમિયાન તેની પત્ની કવિતા પ્રેગ્નન્ટ થઈ અને તે ખૂબ જ ખુશ હતો. પરંતુ કવિતાની ડિલિવરી પછી તે બાથરૂમમાં કલાકો પસાર કરતી હતી. આ પછી એક દિવસ તેની બહેને કહ્યું કે તેને તેના પતિનો બીજો ફોન આવ્યો હતો જેના પર લંડનથી ઘણા લવ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ પછી રાજે તે નંબર ટ્રેસ કર્યો અને તે તેના ઘરના ટાવર પાસે હોવાનું બહાર આવ્યું.
આ પછી રાજને શંકા ગઈ અને તેણે ઘરના બાથરૂમમાં ફરી તપાસ કરી તો તેને કવિતાના બોક્સમાંથી બીજો ફોન મળ્યો અને તે જ નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યા. આ પછી તેણે કવિતાથી છૂટાછેડા લઈ લીધા.
કવિતાથી છૂટાછેડા પછી રાજે શિલ્પા સાથે લગ્ન કર્યા. હાલમાં આ કપલ સુખી લગ્ન જીવન માણી રહ્યું છે. દંપતીને બે બાળકો છે.