Raksha Bandhan Special : Ranbir-Riddhimaથી લઇને Abhishek-Shweta સુધી , આ છે બોલિવૂડની સૌથી ફેમસ ભાઇ-બહેનની જોડી
મુંબઇઃ રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે. સમયની સાથે તહેવારનું સ્વરૂપ પણ બદલાઇ જાય છે. બહેનો ભાઇઓને રાખડી બાંધે છે જેના બદલામાં ભાઇઓ બહેનને ગિફ્ટ્સ પણ આપતા હોય છે. તમામ તહેવારોની જેમ બોલિવૂડ સ્ટાર્સ રક્ષાબંધનની પણ ધામધૂમ ઉજવણી કરે છે. આજે અમે તમને બોલિવૂડની જાણીતી ભાઇઓ અને બહેનોની જોડી અંગેની જાણકારી આપી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ભાઇ કર્ણેશની ખૂબ નજીક છે. બંન્ને એક સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તાજેતરમાં જ તેઓના પ્રોડક્શન હાઉસની વેબ સીરિઝ પાતાલલોકને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું હતું કે, તે સ્ટેટ લેવલ સુધી ક્રિકેટ રમી ચૂક્યો છે અને તે મારો સ્ટાર છે.
રણબીર અને રિદ્ધિમા હંમેશા એકબીજાના નજીક રહ્યા છે. જોકે, પિતાના નિધન બાદ બંન્ને હંમેશા એકબીજાના સમર્થનમાં રહેતા જોવા મળે છે. એક ફેને રિદ્ધિમાને પૂછ્યું હતું કે, શું રણબીર હજુ પણ તેની સાથે લડે છે. જેના જવાબમાં રિદ્ધિમાએ કહ્યું હતું કે, હા હંમેશા.
ટાઇગર શ્રોફ અને કૃષ્ણા બોલિવૂડના સૌથી કૂલ ભાઇ બહેન માનવામાં આવે છે. બંન્ને ભાઇ બહેન ફિટનેસ પ્રેમી છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતા રહે છે. અનેકવાર ટાઇગર પોતાની બહેનની પોસ્ટ્સ પર વ્યંગ કરતી કોમેન્ટ પણ કરે છે.
સૈફઅલી ખાન અને સોહાનો ઉછેર એક નવાબ પરિવારમાં થયો. બંન્ને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે. બંન્નેના દીકરા તૈમુર અને ઇનાયા વચ્ચે પણ ખૂબ સારું બોન્ડિંગ છે.
અર્પિતા માટે સલમાન ખાન મોટો ભાઇ ઓછો અને પિતાની જેમ વધુ છે. તે અર્પિતાને લઇને પ્રોટેક્ટિવ રહે છે. એવો જ પ્રેમ અર્પિતા સલમાન ખાનને પણ કરે છે. કદાચ આ જ કારણ છે કે અર્પિતાએ પોતાના બીજા બાળકની ડિલિવરી સલમાન ખાનના બર્થ-ડેના દિવસે કરાવવાનું નક્કી કર્યું હતું.
કાર્તિક આર્યન અને કૃતિકા જે એવા ભાઇ-બહેન છે જે સતત ચર્ચામાં રહે છે. બંન્ને પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ફની વીડિયો પોસ્ટ કરતા રહેતા હોય છે. કાર્તિકના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોકી પૂછેગામાં બંન્ને ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. કાર્તિકે પોતાની બહેનના બર્થ-ડે પર જાતે જ કેક બનાવી હતી.
પ્રિયંકા ચોપરા અને તેના ભાઇ સિદ્ધાર્થ ચોપરા વચ્ચે ભાઇ-બહેનથી વધુ એક સારા મિત્રનો સંબંધ છે. બર્થ-ડે વિશમાં પ્રિયંકાએ પોતાના ભાઇ માટે લખ્યું હતું કે, હું ઇચ્છું છું કે એકવાર ફરી હું તને મારા બેબી બ્રધરના રૂપમાં જોઇ શકું.
અર્જુન કપૂર અને અંજુલાના સંબંધો ખૂબ મીઠાશભર્યા છે. બંન્ને ભાઇ બહેન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અંશુલે પોતાના ભાઇ અર્જુન માટે લખ્યું હતું કે, તે મારો ફેરવેરટ ઇન્સાન છે અને મારી લાઇફમાં સૌથી મહત્વનો વ્યક્તિ છે. અંશુલાએ લખ્યું કે, તમે મારા ગાર્જિયન, પ્રોટેક્ટર અને મિત્ર છો.
અભિષેક બચ્ચન અને શ્વેતામાં ભલે ઉંમરનું અંતર હોય પરંતુ બંન્ને એકબીજાની ઘણા નજીક છે. બંન્ને ભાઇ-બહેન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બંન્ને એકબીજાના સિક્રેટ્સનો ખુલાસો કરવામાં પાછા નથી પડતા. શ્વેતાએ ખુલાસો કર્યો હતો કે અભિષેક બચ્ચન અંગૂઠો ચૂસતો હતો અને અનેકવાર બેડ પણ ભીનો કરી દીધો હતો.