Raksha Bandhan: ફિલ્મોના આ સ્ટાર્સ ભાઇ-બહેન લાઇમલાઇટથી રહે છે દુર, જાણો શું કરે છે કામ
Celebrities Raksha Bandhan 2023 : આવતીકાલે દેશભરમાં રક્ષાબંધન, ભાઇ બહેનનો પવિત્ર તહેવાર ઉજવાશે, રક્ષાબંધનને લઇને દરેક જગ્યાએ માહોલ છવાઇ ગયો છે. ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડમાં પણ રક્ષાબંધનને લઇને ખુબ જ ઉત્સાહ છે. જાણો આજે અહીં શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહથી લઈને કાર્તિક આર્યન સુધીના, આ સ્ટાર્સના ભાઈ-બહેન ક્યાં છે ? આ સેલેબ્સના ભાઈ-બહેન લાઈમલાઈટથી દૂર રહીને વધુ ખુશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન ઉપરાંત બીજી બહેન સબા અલી ખાન છે. સબાને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ છે. તે વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે.
વિજેતા બસુ બિપાશા બાસુની નાની બહેન છે. બિપાશાની નાની બહેન પણ એક સમયે બૉલીવુડના સપના જોતી હતી. થોડા સમય પહેલા જ વિજેતાના લગ્ન થયા હતા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની બહેન શહનાઝ લાલરૂખ ખાન વિશે બહુ ઓછા લોકો જાણે છે. SRKની બહેન બહુ ઓછા પ્રસંગોએ કેમેરાની સામે આવે છે. શાહરૂખના માતા-પિતાના મૃત્યુ બાદ બહેન ડિપ્રેશનમાં જતી રહી હતી. આવામાં શાહરૂખે જ શહનાઝને સંભાળી હતી. રિપોર્ટ્સ અનુસાર, શહનાઝ લાલરૂખ ખાન ભાઈ શાહરૂખ સાથે તેના બંગલા મન્નતમાં રહે છે.
દીપિકા પાદુકોણની બહેન અનીશા પાદુકોણ તેના લગ્ન સમયે ચર્ચામાં આવી હતી. દીપિકાની બહેન વ્યવસાયે સ્પોર્ટ્સપર્સન છે. તે ગૉલ્ફ ખેલાડી છે. અનિષાને કેમેરો ઓછો પસંદ છે. અનિશા સાળા રણવીર સાથે સારી બૉન્ડિંગ છે.
બીજીબાજુ દીપિકાનો પતિ રણવીર પણ તેની મોટી બહેનને ખૂબ પ્રેમ કરે છે. તેની બહેન રીતિકા સિંહ પણ તેની માતાની જેમ કાળજી લે છે. પોતાની બહેનને લઈને એક ઈન્ટરવ્યુમાં રણવીરે કહ્યું હતું કે હું મારી બહેનને લઈને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. તે જ સમયે, એક એવોર્ડ ફંક્શનમાં રણવીરે તેની સફળતાનો શ્રેય તેના પરિવાર સાથે તેની બહેન રિતિકાને આપ્યો. રિતિકાને એક્ટિંગનો પણ શોખ છે, રિપોર્ટ્સ અનુસાર રિતિકાએ એક ટીવી શોમાં પણ કામ કર્યું છે.
કાર્તિક આર્યન જેટલો તોફાની છે તેટલો જ તે તેની બહેન સાથે મસ્તી કરે છે, કાર્તિકની બહેન કૃતિકા તિવારી વ્યવસાયે ડોક્ટર છે. ઘણીવાર કાર્તિક તેની બહેન સાથે મસ્તીથી ભરપૂર વીડિયો શેર કરતો રહે છે, જેમાં બંને ભાઈ-બહેનનું બોન્ડિંગ જોવા મળે છે.