સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે Thank Godનું પ્રમોશન કરતી જોવા મળી રકુલ, રેડ ડ્રેસમાં લાગી બોલ્ડ

દિવાળીના અવસર પર ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું પ્રમોશન કરતી રકુલ

1/9
દિવાળીના અવસર પર ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. જેમાં ' Thank God 'નો પણ સમાવેશ થાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુંબઈમાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.
2/9
ફિલ્મ ' Thank God ' 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આમાં રકુલ પ્રીત સિંહ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખે છે કે દર્શકોને તે ચોક્કસ ગમશે.
3/9
રકુલ મુંબઈમાં 'થેંક ગોડ'ના કો-એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/9
રકુલની 'ડૉક્ટર જી' પણ રિલીઝ થઈ ગઈ છે. જેમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેમાં તે પુરુષ ગાયનેકોલોજિસ્ટ બની ગયો છે.
5/9
'થેંક ગોડ'માં રકુલ અને સિદ્ધાર્થ પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મના બે ટ્રેલર રિલીઝ થઈ ગયા છે.
6/9
'થેંક ગોડ'માં સિદ્ધાર્થ એક સામાન્ય માણસની ભૂમિકામાં છે જે અકસ્માતનો ભોગ બને છે અને મૃત્યુ પછી તેનો સામનો ચિત્રગુપ્ત સાથે થાય છે, જે મનુષ્યના પાપો અને પુણ્યની ગણતરી કરે છે.
7/9
'થેંક ગોડ'માં રકુલ અને સિદ્ધાર્થ સિવાય અજય દેવગણ પણ લીડ રોલમાં છે. તેણે આ ફિલ્મમાં ચિત્રગુપ્તની ભૂમિકા ભજવી છે.
8/9
રકુલ અને સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રકુલ જેકી ભગનાની સાથેના તેના સંબંધોને લઈને જ્યારે સિદ્ધાર્થ કિયારા અડવાણી સાથેના તેના અફેરને લઈને ચર્ચામાં રહે છે.
9/9
દિવાળી પર બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો ટકરાશે. ખાસ કરીને 'થેંક ગોડ' અને 'રામ સેતુ' વચ્ચે ટક્કર જોવા મળશે, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.
Sponsored Links by Taboola