Stars Rejected In Audition: રણબીર થી દીપિકા સુધી, મોટી ફિલ્મોમાં ઓડિશન આપતાં રિજેક્ટ થયા હતા આ સેલિબ્રીટી
Bollywood Stars Rejected In Audition: બોલીવુડમાં એવા ઘણા સેલિબ્રીટી છે જેમણે ફિલ્મોમાં ઓડિશન આપતાં તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. રિજેક્ટ થયા બાદ તેમની જગ્યાએ અન્ય એક્ટર-એક્ટ્રેસને ફિલ્મોમાં કાસ્ટ કરાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ 'સાંવરિયા'થી પોતાના કરિયરની શરુઆત કરનાર રણબીર કપૂરને આજે બધા જાણે છે. પણ ઘણા લોકો એ નથી જાણતા કે, રણબીરને મીરા નાયરની ફિલ્મ 'ધ રિલક્ટેંટ ફંડામેંટલિસ્ટ' માટે રિજેક્ટ કરી દેવાયો હતો. પછી આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર રિઝ અહેમદને કાસ્ટ કરાયો હતો.
વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'સ્ટૂડેંટ ઓફ ધ યર'થી આલિય ભટ્ટે પોતાના કરિયરની શરુઆત કરી હતી.
જો કે, આલિયાએ આ પહેલાં વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'વેક અપ સિડ' માટે ઓડિશન આપ્યું હતું. એ સમયે આલિયા ભટ્ટની ઉંમર ફક્ત 16 વર્ષની હતી અને જેથી તેને રિજેક્ટ કરવામાં આવી હતી.
બોલિવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને માજિદ મજીદીની વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ' માટે રિજેક્ટ કરી દેવાઈ હતી.
આ ફિલ્મ માટે દીપિકાનો લૂક ટેસ્ટ પણ લેવાયો હતો જેના ફોટો ઓનલાઈન લીક થયા હતા. બાદમાં આ ફિલ્મમાં માલવિકા મોહનને લેવાઈ હતી.
'ઉરી', 'સરદાર ઉધમ' જેવી હિટ ફિલ્મોમાં કામ કરનાર વિક્કી કૌશલે પોતાની દમદાર એક્ટિંગથી બધાના દિલ જીત્યા છે.
ઘણા ઓછા લોકો જાણે છે કે, વિક્કી કૌશલે વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' માટે ઓડિશન આપ્યું હતું પણ તેને રિજેક્ટ કરાયો હતો. બાદમાં આ ફિલ્મ ફરહાન અખ્તરે કરી હતી.