Ranbir Kapoor Photos: ED પાસેથી સમય માંગી અહી જોવા મળ્યો રણબીર કપૂર, જુઓ તસવીરો
Ranbir Kapoor AD Shoot: મહાદેવ બેટિંગ એપ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ એપના કારણે બોલિવૂડ, ટીવી અને સ્પોર્ટ્સ જગતના સ્ટાર્સ પણ EDના રડાર પર આવી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાંથી એક નામ બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂરનું છે. ઈડીએ રણબીરને છત્તીસગઢના રાયપુર ખાતેની એજન્સીની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પણ મોકલ્યું હતું, જો કે, અભિનેતાએ 2 અઠવાડિયાનો સમય માંગતો મેલ મોકલ્યો છે.
કેટલાક કમિટમેન્ટ્સના કારણે રણબીરે ED પાસે સમય માંગ્યો છે, તે દરમિયાન અભિનેતાને તાજેતરમાં મુંબઈમાં એક જાહેરાત શૂટ માટે જતો જોવા મળ્યો હતો.
આ દરમિયાન રણબીર થોડો વિચિત્ર લુકમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે કલાકારો એકદમ કૂલ લાગે છે પરંતુ તેમનો આ લુક થોડો અલગ હતો.
ફોટામાં તમે જોઈ શકો છો કે રણબીરે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી છે જેની સાથે તેણે લાલ રંગનું પેન્ટ પહેર્યું છે જેના પર કલરફુલ ડિઝાઈન છે.
તાજેતરમાં ઈન્ડિયન સુપર લીગની મેચ દરમિયાન રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા.
રણબીર ટૂંક સમયમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 203ના રોજ રિલીઝ થશે.