Randeep Hooda એ મણિપુરના રીતરિવાજ પ્રમાણે લિન લેશરામ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
Randeep-Lin Wedding Pics: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ ગઈ કાલે મણિપુરના રિવાજ પ્રમાણે તેની ગર્લફ્રેન્ડ લિન સાથે લગ્ન કર્યાં હતા. અભિનેતાએ હવે તેના લગ્નની સુંદર તસવીરો શેર કરીને હતી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
Randeep-Lin Wedding Pics: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ ગઈ કાલે મણિપુરના રિવાજ પ્રમાણે તેની ગર્લફ્રેન્ડ લિન સાથે લગ્ન કર્યાં હતા. અભિનેતાએ હવે તેના લગ્નની સુંદર તસવીરો શેર કરીને હતી.
2/7
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ બુધવારે મણિપુરના ઇમ્ફાલમાં પરંપરાગત મૈતેઇ લગ્ન સમારોહમાં તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા.
3/7
રણદીપે હવે સોશિયલ મીડિયા પર તેના મણિપુરના રિવાજો અનુસાર લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં રણદીપ વ્હાઇટ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં વરરાજા તરીકે ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે.
4/7
રણદીપની પત્ની લિન પોટલોઈ અથવા પોલોઈ પહેર્યું હતું. જે જાડા કાપડ અને વાંસથી બનેલું નળાકાર સ્કર્ટ હતું. લીન પણ મણિપુરી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી.
5/7
તસવીરોમાં રણદીપ અને લીનના લગ્નમાં કરવામાં આવેલી ધાર્મિક વિધિઓની ઝલક જોવા મળે છે. આ તસવીરમાં લીન રણદીપને માળા પહેરાવવા તૈયાર જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહ ઇમ્ફાલના એક રિસોર્ટમાં યોજાયો હતો, જ્યાં અભિનેતા રણદીપ હુડા અને લિન લેશરામ પરંપરાગત મૈતેઇ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.
6/7
આ તસવીરમાં પણ રણદીપ ધાર્મિક વિધિના ભાગરૂપે તેની પત્ની લિનનો હાથ પકડતો જોવા મળી રહ્યો છે. તેના હાથની ઉપર ફૂલોથી શણગારેલી ટોપલી મૂકવામાં આવી છે. પોતાના લગ્નની તસવીરો શેર કરતા રણદીપે લખ્યું, "આજથી આપણે એક થઈ ગયા છીએ. જસ્ટ મેરિડ.
7/7
રણદીપ અને લિન લેશરામના મણિપુરી લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ નવવિવાહિત કપલ હરિયાણા પરત ફરશે અને ભવ્ય રિસેપ્શન આપશે. જો કે રણદીપ અને લીન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
Published at : 30 Nov 2023 03:00 PM (IST)