Randeep Hooda Wedding: લગ્ન કરવા જઇ રહ્યો છે રણદીપ હુડા, જુઓ કપલની રોમેન્ટિંક તસવીરો
Randeep Hooda Wedding: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. રણદીપ તેની ગર્લફ્રેન્ડ લીન સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણદીપ હુડ્ડા અને લીન લેશરામ આ મહિનાના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રણદીપે હજુ લગ્નની તારીખ જાહેર કરી નથી.
રણદીપે વર્ષ 2022માં લિન સાથેના તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા અને હવે આ કપલ તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.
રણદીપ અને લીન હંમેશા એકબીજાના જન્મદિવસ પર રોમેન્ટિક પોસ્ટ શેર કરે છે. બંને કપલ ફોટો શેર કરીને એકબીજાને અભિનંદન આપે છે.
રણદીપ અને લિનના લગ્નની વાત કરીએ તો આ એક ઈન્ટિમેટ વેડિંગ બનવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો રણદીપ મુંબઈમાં લગ્ન નહીં કરે.
રિપોર્ટ અનુસાર આ ઈન્ટિમેટ વેડિંગમાં અમુક ખાસ મિત્રો અને પરિવારજનો જ હાજર રહેવાના છે. લગ્ન આ મહિનાના અંતમાં થશે.
રણદીપની ગર્લફ્રેન્ડ લીન પણ અભિનેત્રી છે. તેણે ફરાહ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં કેમિયો કર્યો હતો. તેણે ઓમ કપૂરના મિત્રની ભૂમિકા ભજવી હતી.
ઓમ શાંતિ ઓમ પછી લીન મેરી કોમમાં પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં પ્રિયંકાના ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.