Rani Mukherjee: જ્યારે પેદા થતાં જ બીજા બાળકની સાથે બદલાઇ ગઇ હતી રાની, પછી એક્ટ્રેસની માં એ કર્યું આ કામ.......
Rani Mukherjeeનું નામ ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. ફેન્સ પણ તેની સુંદરતાના દિવાના છે. આ રિપોર્ટમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે, તેની લાઇફને એવો કિસ્સો જે તેના મોટા મોટા ફેન પણ નથી જાણતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની મુખર્જી ફેમસ પ્રૉડ્યૂસર રામ મુખર્જીની દીકરી છે. આ કારણે તેને બૉલીવુડમાં પોતાની દમદાર ઓળખ બનાવી લીધા છે.
પરંતુ આજે અમે એક્ટ્રેસની પ્રૉફેશનલ લાઇફ નહીં પરંતુ પર્સનલ લાઇફ વિશે વાત કરીશું. જ્યારે તે પેદા થઇ તો તે સમયે તેની માં પાસેથી તે વિખુટી પડી ગઇ હતી.
ખરેખરમાં, હૉસ્પીટલમાં જ્યારે રાની મુખર્જીનો જન્મ થયો હતો, તો નર્સની ભૂલથી બીજા બાળક સાથે બદલાઇ ગઇ હતી. એક્ટ્રેસને નર્સે કોઇ બીજા પંજાબી કપલને સોંપી દીધી હતી.
વળી, તેની માં જ્યારે પોતાની ખોળામાં બીજા બાળકને જોયુ તો તે તરત જ સમજી ગઇ કે આ તેની દીકરી નથી, અને તે હૉસ્પીટલમાં તેને શોધવા માટે નીકળી ગઇ હતી, ઘણી મહેનત બાદ રાની મુખર્જી પંજાબી કપલના રૂમમાંથી મળી હતી.
આ વાતનો ખુલાસો એક્ટ્રેસે ખુદ સિમી ગરેવાલના ટૉક શૉમાં કર્યો હતો, તેને બતાવ્યુ હતુ કે, જ્યારે હું બદલાઇ ગઇ તો મારી માં એ મને શોધવાનું શરૂ કર્યુ અને પછી એક પંજાબી ફેમિલીના રૂમમાં મળી, જેને આઠમી વાર દીકરી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જી ફેમસ ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. બન્ને એક દીકરીના પેરેન્ટ્સ પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, એક્ટ્રેસે તાજેતરમાં જ ફિલ્મ ‘મિસેજ ચેટર્જી વર્સેસ નાર્વે’ જોવામાં આવી છે. ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પણ આવી છે.