બોલીવૂડમાં આવ્યા પહેલાં જયેશભાઈ જોરદારની પત્ની 10 ફિલ્મોમાં કામ કરી ચુકી છે, જુઓ તસવીરો
રણવીર સિંહની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં શાલિની પાંડે રણવીર સિંહની પત્ની મુદ્રાના રોલમાં જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ શાલિની પાંડેની પ્રોફાઇલ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2019માં રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ તમને બધાને યાદ હશે. બોલિવૂડમાં બનેલી કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી. અર્જુન રેડ્ડીમાં શાલિની પાંડેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શાલિનીની પહેલી ફિલ્મ અર્જુન રેડ્ડી હતી, જ્યારે હિન્દી ફિલ્મોની વાત કરીએ તો જયેશભાઈ જોરદાર તેની પહેલી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ પહેલાં શાલિનીએ વર્ષ 2018માં મેરી નિમ્મોમાં કેમિયો રોલ કર્યો હતો.
તે પછી શાલિની પાંડે 2020માં OTT પર રિલીઝ થયેલી ફિલ્મ બમફાડમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.
જયેશભાઈ જોરદારના ટ્રેલરમાં શાલિની પાંડે એકદમ સિમ્પલ દેખાઈ રહી છે, પરંતુ એક્ટ્રેસ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેનો પુરાવો તેની ઈન્સ્ટાગ્રામ તસવીરો છે.
સોશિયલ મીડિયા પર શાલિની પાંડેની જોરદાર ફેન ફોલોઈંગ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.
શાલિની પાંડે મૂળ મધ્યપ્રદેશના જબલપુરની છે. તેનો જન્મ 23 સપ્ટેમ્બરના રોજ 1993માં થયો હતો. અભિનેત્રીએ જબલપુરમાં જ ક્રાઈસ્ટ ચર્ચ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
શાલિની પાંડેએ કમ્પ્યુટર સાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સમાંથી બી-ટેક કર્યું છે. શાલિની પાંડેએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 10 ફિલ્મોમાં કામ કર્યું છે.