IPL 2022: કોણ છે RCBના નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની, જાણો બંન્નેની લવ સ્ટોરી
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને મોટી જવાબદારી મળી છે. ડુ પ્લેસિસ IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આરસીબીએ અત્યાર સુધી એક પણ વખત ટાઇટલ જીત્યું નથી. તેથી ચાહકોને ડ્યુ પ્લેસિસ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાફ ડુ પ્લેસિસે વર્ષ 2013માં તેના લાંબા સમયના પાર્ટનર imari visser સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ કેપટાઉન નજીક ક્લીન જલજે વાઈન એસ્ટેટમાં યોજાયો હતો.
આ દંપતી વર્ષ 2017 માં એમિલી અને 2020માં જોય નામની પુત્રીઓના માતાપિતા બન્યા હતા. ડુ પ્લેસિસની પત્ની imari visser વ્યવસાયે માર્કેટિંગ મેનેજર છે, જે દક્ષિણ આફ્રિકાની અગ્રણી બ્યુટી કંપની નિમુ સ્કિન ટેક્નોલોજી માટે કામ કરે છે.
Imari visserએ પ્રારંભિક શિક્ષણ યુનિસ સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં મેળવ્યું હતું અને પછી પ્રિટોરિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. માર્કેટિંગ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ અને ફાઇનાન્સ જેવા વિષયોનો અભ્યાસ કર્યા પછી તેણે બેચલર ઑફ કોમર્સ (BCOM)ની ડિગ્રી મેળવી હતી.
ડુ પ્લેસિસે 18 જાન્યુઆરી 2011ના રોજ ભારત સામેની ODI મેચમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે તે મેચમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેને તે જ વર્ષે આઈસીસી વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. ડુ પ્લેસિસે પણ વર્ષ 2012માં ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.
પ્લેસિસે 2011માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે તેની IPL સફરની શરૂઆત કરી હતી. CSKમાં થોડા વર્ષો માટે પ્રતિબંધિત થયા બાદ તે પછીથી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાં ગયો. જો કે તેને ચેન્નઈ દ્વારા 1.6 કરોડ રૂપિયામાં 2018ની હરાજીમાં પાછો સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે 2021ની સીઝન સુધી ટીમ સાથે રહ્યો હતો.
ડુ પ્લેસિસ IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદેશી ખેલાડીઓમાંથી એક છે. ડુ પ્લેસિસે અત્યાર સુધી 100 IPL મેચમાં 2935 રન બનાવ્યા છે. IPL 2021માં CSKના ટાઇટલ જીતવાના અભિયાનમાં ડુ પ્લેસિસની ભૂમિકા હતી. ડુ પ્લેસિસે IPL 2021માં 16 મેચમાં 633 રન બનાવ્યા હતા.