Pooja Hegde Pics: પિંક ગાઉનમાં હોટ લાગી પૂજા હેગડે, ફેન્સને બનાવ્યા દિવાના
Pooja Hegde Pics: પૂજા હેગડે દરેક વખતે પોતાના લુકથી ચાહકોનું દિલ જીતે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે રાત્રે બેંગ્લોરમાં SIIMA એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારોએ પણ ભાગ લીધો હતો. આ એવોર્ડ ફંક્શનમાં પૂજાએ પોતાના લુક અને સ્માઈલથી બધાનું દિલ જીતી લીધું હતું.
એવોર્ડ ફંક્શનમાં પૂજા બેબી પિંક કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટમાં પૂજા બાર્બી ડોલ જેવી લાગી રહી છે.
પૂજાના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
પૂજાએ સિમ્પલ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણીની સુંદર સ્માઈલ તેના દેખાવને વધારવા માટે પૂરતી હતી.
પૂજાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (તેલુગુ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને સતત બીજી વખત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પૂજા હેગડે સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ફિલ્મમાં જોવા મળશે. બંનેએ અગાઉ 'મહર્ષિ' ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)