Sushant Singh Rajput કેસથી પરેશાન થઇને જેલ જવા તૈયાર હતી રિયા ચક્રવર્તી

Rhea Chakraborty On Media Trial: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત કેસમાં લાગેલા આરોપોથી કંટાળી ગઈ હતી. મીડિયા ટ્રાયલથી તે નારાજ હતી. જે બાદ તે જેલ જવા પણ તૈયાર થઈ ગઈ હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Rhea Chakraborty On Media Trial: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત કેસમાં લાગેલા આરોપોથી કંટાળી ગઈ હતી. મીડિયા ટ્રાયલથી તે નારાજ હતી. જે બાદ તે જેલ જવા પણ તૈયાર થઈ ગઈ હતી.
2/8
રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીના પોતાના અનુભવને યાદ કર્યા હતા. ચેતન ભગત સાથેની વાતચીતમાં તેણે આ અંગે ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઈચ્છતી હતી કે બધું સારું થાય, પછી ભલે તેને જેલમાં જવું પડે.
3/8
રિયાએ કહ્યું હતું કે તે એક શો બની ગઇ હતી અને મારી લાઇફ ડિસ્પ્લે પર હતી. મેં વિચાર્યું આવું થાય તો સારું. મને જેલમાં જવા દો.
4/8
રિયાએ આગળ કહ્યું હતું કે ઘણા લોકો મારી પાછળ પડ્યા હતા. તેમનું મારી પાછળ પડવું મારા માટે સારુ નહોતું.
5/8
હું ઇચ્છતી હતી કે બધું સારુ થઇ જાય પછી ભલે મારે જેલમાં જવું પડે.
6/8
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સપ્ટેમ્બર 2020માં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. તે એક મહિના સુધી જેલમાં રહ્યો હતો.
7/8
જેલ વિશે વાત કરતાં રિયાએ કહ્યું હતું કે જેલમાં ટોઇલેટની સારી સુવિધા નહોતી. પરંતુ તેના માનસિક આઘાત તેના શારીરિક સમસ્યાઓ કરતા મોટો હતો. મેન્ટલ ટ્રોમા એટલો મુશ્કેલ હતો કે શારીરિક સમસ્યા તેની આગળ કાંઇ નહોતી. તમને લાગે છે કે ખરાબ બાથરૂમ છે પણ હું મેનેજ કરી લઇશ.
8/8
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી.
Sponsored Links by Taboola