Photos: Richa Chadha અને Ali Fazalની સંગીત સેરેમનીની ઇનસાઇડ તસવીરો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમની હલ્દી અને સંગીત સેરેમનીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિચા ચઢ્ઢા અને અલી ફઝલ 6 ઓક્ટોબરે લગ્ન કરશે. તે પહેલા હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી.
રિચા ગુલાબી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તો અલી પણ સફેદ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
રિચા અને અલીના લગ્નના તમામ ફંક્શન દિલ્હીમાં યોજાઈ રહ્યા છે.
રિચા અને અલીએ સંગીત સેરેમની દરમિયાન કપલ ડાન્સ પણ કર્યો હતો.
રિચા અને અલીની સંગીત સેરેમની પણ ઘણી ધમાકેદાર હતી. અલીએ તેના પ્રિય અભિનેતા સંજય દત્તના હિટ ગીત 'ખલનાયક હૂં મેં' પર ડાન્સ કર્યો હતો.
રિચા અને અલી સોશિયલ મીડિયા પર દરેક ફંક્શનની તસવીરો પણ શેર કરતા હોય છે. દિલ્હી બાદ બંને મુંબઈ જવા રવાના થશે, જ્યાં બંને લગ્નના બંધનમાં બંધાશે.
રિચા અને અલી પહેલીવાર ફિલ્મ 'ફુકરે'ના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.