પ્રથમ મુલાકાતમાં જ Amrita Singh અને Saif Ali Khan એકબીજાને કરવા લાગ્યા હતા પ્રેમ
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહે લવ સ્ટોરીથી લગ્ન અને ડિવોર્સને લઇને ચર્ચા જગાવી હતી. નોંધનીય છે કે સૈફ અને અમૃતાના લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્નથી તેઓને બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને અમૃતાની લાઇફ કોઇ ફિલ્મની કહાની ઓછી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈફ અને અમૃતાની પ્રથમ મુલાકાત ફિલ્મ યે દિલ્લગીના સેટ પર થઇ હતી. બંન્ને એક ફોટોશૂટમાં મળ્યા હતા. પ્રથમ મુલાકાતમાં બંન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. નોંધનીય છે કે તે સમયે અમૃતા સિંહની ઓળખ ટોચની એક્ટ્રેસ તરીકે થતી હતી.
વાસ્તવમાં પ્રથમ મુલાકાત બાદ સૈફ એક્ટ્રેસને પ્રેમ કરવા લાગ્યો હતો અને એક દિવસ એક્ટ્રેસને ડિનર ડેટ પર લઇ જવા ઇનવાટ કરી હતી. જોકે, અમૃતા સિંહે સૈફની આ ઓફર નકારતા કહ્યું કે તેને બહાર જવું પસંદ નથી
બાદમાં અમૃતાએ જ સૈફ્ને પોતાના ઘર પર ડિનર માટે ઇનવાઇટ કર્યો હતો. રિપોર્ટ અનુસાર સૈફે મેક અપ વિના અમૃતાને જોઇ તો તેની સુંદરતા જોઇ હેરાન રહી ગયો હતો. આ ડિનર ડેટ દરમિયાન અમૃતા અને સૈફ વચ્ચે પ્રથમ કિસ થઇ હતી.
જોકે, સૈફ અમૃતાની લવ સ્ટોરી અને મેરેજ લાઇફ ઉતાર-ચઢાવ વાળી રહી છે. સૈફ અને અમૃતા વચ્ચે ઉંમરનો ગેપ હતો. સૈફ લગ્ન સમયે 21 વર્ષનો હતો તો અમૃતા 33 વર્ષની હતી. બંન્ને લગ્નના 13 વર્ષ બાદ અલગ થઇ ગયા હતા.