Salim Khan Birthday: સલીમ ખાને હેલન સાથેના અફેરને લઇને કરી વાત, કહ્યુ- 'આ એક ઇમોશનલ એક્સીડન્ટ હતો'
Salim Khan Birthday: હેલન અને સલીમ ખાનની લવસ્ટોરી ફિલ્મી સ્ટોરી જેવી છે. બંનેએ થોડી મુલાકાતો પછી લગ્ન કરી લીધા. સલીમ ખાન કહે છે કે આ એક ઇમોશનલ એક્સિડન્ટ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનના પિતા સલીમ ખાન અને હેલનની લવસ્ટોરી ફિલ્મી સ્ટોરી જેવી છે. બંને પહેલીવાર ફિલ્મોમાં કામ કરવાને લઈને મળ્યા હતા. આ પછી બંનેને મુલાકાત વધતી ગઇ. સલીમ અને હેલને તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને 1981માં લગ્ન કરી લીધા.
રસપ્રદ વાત એ છે કે તે સમયે સલીમ ખાન પરિણીત હતા અને તેમની પ્રથમ પત્ની સલમા ખાનને ત્રણ બાળકો હતા જેમના નામ સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન છે.
થોડા સમય પહેલા સલીમ ખાને હેલન સાથેની પોતાની લવસ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમને હેલન સાથે પ્રેમ થઈ ગયો છે અને આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે.
સલીમ ખાને અરબાઝ ખાનના ચેટ શોમાં કહ્યું કે, 'હેલનના જીવનમાં એક સમસ્યા હતી. તેની પાસે કોઈ કામ નહોતું. તે પણ મોટી ઉંમરની હતી એટલે તે મારી પાસે આવી અને મે તેને બે-ત્રણ ફિલ્મો અપાવી હતી. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને મદદ કરે છે, ત્યારે તેની પાસે કેટલીક અપેક્ષાઓ પણ હોય છે.
'તે યુવાન હતી અને હું પણ યુવાન હતો પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો. મેં ફક્ત તેને મદદ કરી હતી. આ પછી તેણે હંમેશા મારું સન્માન કર્યું. તેના તરફથી મળેલો આદર પ્રેમમાં ફેરવાઈ ગયો. સમસ્યા એ હતી કે તેના પરિવારમાં કોઈ ન હતું.
આ પછી સલીમ ખાન તેની પહેલી પત્ની સલમા ખાન પાસે ગયા અને તેના અને હેલનના સંબંધો વિશે જણાવ્યું. ધીમે ધીમે બધુ સ્વીકારી લેવામાં આવ્યું. સલીન ખાને શોમાં આગળ કહ્યું કે, 'તે એક ઇમોશનલ એક્સિડન્ટ હતો. કોઈની સાથે પણ થઇ શકે છે.
સલીમ ખાને એ પણ ખુલાસો કર્યો હતો કે તેમણે પુત્ર સલમાન ખાન સાથે પણ હેલન અંગે વાત કરી હતી. તેમણે તેમના પુત્રને કહ્યું, 'હું જાણું છું કે તું હેલનને તારી માતાની જેમ પ્રેમ કરી શકતો નથી પણ તારે તેને તારી માતા જેટલો જ આદર આપવો જોઈએ.'