Diwali 2023: રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન, યલો શર્ટમાં લાગ્યો ડેશિંગ
Diwali 2023: બોલિવૂડ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી ટાઉનના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ દિવાળીની પાર્ટીમાં સલમાન ખાને આખી લાઈમલાઈટ છીનવી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે સાંજે ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ એક પ્રિ-દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તમામ બોલિવૂડ સ્ટાર્સ પહોચ્યા હતા. સલમાન ખાન મોડી રાત્રે પાર્ટીમાં પહોંચ્યો હતો અને આ દરમિયાન ભાઈજાને પોતાની અનોખી સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા
દિવાળી પાર્ટીમાં સુપરસ્ટાર પોતાના ખાસ અંદાજમાં પહોંચ્યા હતા. આ તસવીરમાં સલમાન ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાની સાથે જોવા મળી રહ્યો છે.
રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના અન્ય મોટા કલાકારો ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચ્યા હતા જ્યારે સલમાન ખાન પાર્ટીમાં સાદા લૂકમાં પહોંચ્યો હતો.
સલમાને દિવાળીની પાર્ટીમાં પીળા રંગના શર્ટ સાથે બેજ કલરનું પેન્ટ પહેર્યું હતું. અને તેમાં કોઈ શંકા નથી કે આ લુકમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
સલમાને પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા. આ તસવીરમાં એક્ટર સ્માઈલ આપતો જોવા મળી રહ્યો છે.
સલમાન ખાનની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સલમાન ખાનની 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટાઈગર 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
ટાઇગર 3 12 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. હાલમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેને જોતા લાગે છે કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર જ બમ્પર કમાણી કરશે.
સલમાન ખાનની ટાઈગર 3ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સલમાન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળશે.