Films Releasing in 2025: બોલિવૂડની આ 6 ફિલ્મો ખતમ કરી દેશે સાઉથ ફિલ્મની બાદશાહત, બોક્સ પર મચાવશે ધમાલ

Films Releasing in 2025: આ વર્ષે કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ભાઈજાનની સિકંદર અને કિંગ ખાનની કિંગનો સમાવેશ થાય છે અને સની દેઓલ પણ આ વર્ષે ધમાલ મચાવવા તૈયાર છે.

વર્ષ 2024 માં, કલ્કી 2898 એડી અને પુષ્પા 2 જેવી ફિલ્મોનો દબદબો રહ્યો. આ સાઉથ ફિલ્મોએ કમાણીના મામલે બોલિવૂડને પાછળ છોડી દીધું. જોકે, આ વર્ષ બોલિવૂડનું વર્ષ બનવાનું છે કારણ કે આ વર્ષે સલમાન, શાહરૂખ અને ઋતિક રોશન, સની દેઓલ જેવા સ્ટાર્સ પોતપોતાની ફિલ્મો લઈને આવવાના છે. ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે જે આ વર્ષે ધમાલ મચાવશે.

1/6
આ વર્ષે ટાઇગર શ્રોફની ફિલ્મ 'બાગી 4' પણ મોટા પડદા પર રિલીઝ થશે. આ ફિલ્મમાં ટાઇગર સાથે સંજય દત્ત, સોનમ બાજવા અને હરનાઝ સંધુ જોવા મળશે.
2/6
સની દેઓલ અભિનીત ફિલ્મ 'લાહોર 1947' આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે.
3/6
આ વર્ષે એપ્રિલ મહિનામાં સની દેઓલ ફરી એકવાર ધમાલ મચાવવા જઈ રહ્યો છે. તાજેતરમાં, અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને માહિતી આપી કે શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું નામ 'જાટ' છે જેના દિગ્દર્શક ગોપીચંદ માલીનેની છે. આ ફિલ્મમાં ચાહકોને ધમાકેદાર એક્શન જોવા મળશે
4/6
બોલિવૂડનો ભાઈજાન પણ આ વર્ષે મોટા પડદા પર જોવા મળશે. ૨૦૨૫ની ઈદમાં સલમાન ખાન તેના ચાહકોને ફિલ્મ 'સિકંદર' ભેટ આપશે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેમાં લોકોને સલમાન ખાનનો પહેલો લુક ખૂબ ગમ્યો હતો.
5/6
કિંગ ખાનની ફિલ્મ 'કિંગ' પણ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે. શાહરૂખ ખાન અને તેની પુત્રી સુહાના ખાનની આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરશે.
6/6
યશ રાજ સ્પાય યુનિયવર્સની બીજી ફિલ્મ, 'વોર 2' આ વર્ષે 14 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થશે. આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે જુનિયર એનટીઆર પણ જોવા મળશે.
Sponsored Links by Taboola