બીમારી છતાં ફિલ્મ Yashodaના પ્રમોશનમાં વ્યસ્ત છે Samantha Ruth Prabhu, કહ્યુ- 'હજુ હું મરી ગઇ નથી'
સાઉથ એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘યશોદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાંથા સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં તે માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત હોવાનું ખુલ્યું હતું. જ્યારે સમાંથાની બિમારીની માહિતી સામે આવી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તે ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.
સમાંથા તેની આગામી ફિલ્મ 'યશોદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક દિવસ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો
હવે સમાંથાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની બીમારી અંગે ઘણા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ કહ્યું, 'જેમ કે મેં મારી પોસ્ટ (ઇન્સ્ટાગ્રામ) માં કહ્યું હતું કે, કેટલાક દિવસો સારા હોય છે, કેટલાક ખરાબ. તેણે કહ્યું, થોડા દિવસોમાં મને સમજાયું છે કે બીજું પગલું ભરવું પણ મુશ્કેલ હશે. પણ જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે મેં ઘણુ બધુ કર્યું છે અને અહી સુધી આવી ગઇ છું. હું અહીં લડવા આવી છું.
આ સાથે સમાંથાએ સ્પષ્ટતા કરી હતી કે તે એવી સ્થિતિમાં નથી કે જ્યાં તેની સ્થિતિ જીવલેણ હોય. 'મારે એક વાત સ્પષ્ટ કરવી છે. મેં મારી સ્થિતિને જીવલેણ ગણાવતા ઘણા લેખો જોયા છે. હું જે સ્થિતિમાં છું તે જીવન માટે જોખમી નથી. હું હજી મરી ગઇ નથી.
નોંધનીય છે કે સમાંથાની ફિલ્મ 'યશોદા' એક સરોગેટ મધરની વાર્તા પર આધારિત છે. હરીશ નારાયણ દ્વારા નિર્દેશિત આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.
11 નવેમ્બરે આ ફિલ્મ તમિલ અને તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.
'યશોદા' ફિલ્મમાં સમાંથા રૂથ પ્રભુ ઉપરાંત વરલક્ષ્મી સરથકુમાર, ઉન્ની મુકુંદન, રાવ રમેશ, મુરલી શર્મા, સંપત રાજ, શત્રુ, મધુરિમા, કલ્પના ગણેશ, દિવ્યા શ્રીપદા, પ્રિયંકા શર્મા જેવા કલાકારો જોવા મળશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.