Samantha Ruth Prabhu: બિમાર હોવા છતાં Yashodaનું પ્રમોશન કરી રહી છે સામંથા, બિમારી અંગે કરી આ વાત
Samantha Ruth Prabhu: સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ યશોદાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામંથા રુથ પ્રભુ સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં, તે માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત હોવાનું ખુલ્યું હતું. જ્યારે સામંથાની બિમારીની માહિતી સામે આવી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.
સામંથા તેની આગામી ફિલ્મ 'યશોદા'ના પ્રમોશન માટે વર્કફ્રન્ટ પર ફરી સક્રિય થઈ ગઈ છે. એક દિવસ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો, જેમાં તેના ચહેરા પર બીમારીનું દર્દ દેખાઈ રહ્યું હતું.
હવે સામંથાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની બીમારી અંગે ઘણા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ કહ્યું, 'જેમ કે મેં મારી પોસ્ટ (ઇન્સ્ટાગ્રામ) માં કહ્યું હતું કે, કેટલાક દિવસો સારા હોય છે, કેટલાક ખરાબ. તેણે કહ્યું, થોડા દિવસોમાં મને સમજાયું છે કે બીજું પગલું ભરવું પણ મુશ્કેલ હશે. પણ જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે મેં આટલું બધું કર્યું છે, આટલું બધું કર્યું છે. હું અહીં લડવા આવી છું.
આ સાથે સામંથાએ સ્પષ્ટતા કરી હતી કે તે એવી સ્થિતિમાં નથી કે જ્યાં તેની સ્થિતિ જીવલેણ હોય. 'મારે એક વાત સ્પષ્ટ કરવી છે. મેં મારી સ્થિતિને જીવલેણ ગણાવતા ઘણા સમાચાર આર્ટિકલ જોયા છે. હું જે સ્થિતિમાં છું તે જીવન માટે જોખમી નથી. આ ક્ષણે, હું હજી મરી ગઈ નથી.
તમને જણાવી દઈએ કે, સામંથા રૂથ પ્રભુની ફિલ્મ 'યશોદા' એક સરોગેટ મધરની વાર્તા પર આધારિત છે. હરીશ નારાયણ દ્વારા નિર્દેશિત આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.
11 નવેમ્બરે આ ફિલ્મ તમિલ અને તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.
'યશોદા' ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ ઉપરાંત વરલક્ષ્મી સરથકુમાર, ઉન્ની મુકુંદન, રાવ રમેશ, મુરલી શર્મા, સંપત રાજ, શત્રુ, મધુરિમા, કલ્પના ગણેશ, દિવ્યા શ્રીપદા, પ્રિયંકા શર્મા જેવા કલાકારો જોવા મળશે.