Happy Birthday Samantha Ruth Prabhu: આર્થિક તંગીના કારણે સામંથા આવી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં

સામંથા

1/7
સાઉથ એક્ટ્રેસ સામંથા પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથા તેના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ વાસ્તવમાં એક્ટ્રેસ સામંથાનું સ્વપ્ન ક્યારેય અભિનેત્રી બનવાનું નહોતું.
2/7
સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. સામંથાની ઘણી ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેની ફિલ્મો 'મર્સલ' અને 'રંગસ્થલમ' લોકોને ખાસ પસંદ આવી હતી.
3/7
મીડિયા રિપોર્ટ અનુસાર, સામંથાએ આર્થિક તંગીના કારણે 2010માં ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો. સામંથાએ ફિલ્મોમાં જોડાતા પહેલા મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી હતી.
4/7
આ દરમિયાન તેની પહેલી ફિલ્મ 'યે માયા ચેસાવ'ની ઓફર મળી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. તેને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
5/7
બહુ ઓછા લોકો જાણે છે કે સામંથા રેવતી પછી બીજી એવી અભિનેત્રી છે જેણે 2013માં તમિલ અને તેલુગુ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે, જે એક રેકોર્ડ છે.
6/7
સામંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. સામંથા પોતાની એનજીઓ પણ ચલાવે છે. આ NGOનું નામ પ્રત્યુષા સપોર્ટ છે. આ NGO પસંદગીના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે.
7/7
સામંથાએ 2017માં સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજો અનુસાર થયા હતા અને તેઓ સાઉથના સૌથી હિટ કપલ્સમાંથી એક હતા પરંતુ ગયા વર્ષે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. (તમામ તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola