Sara Ali Khan Life Facts: જ્યારે રસ્તા પર નાચતી સારા અલી ખાનને ભીખમાં પૈસા આપવા લાગ્યા હતા લોકો
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. માટે ચર્ચામાં છે. અહીં અમે તમને તેમના બાળપણની એક રસપ્રદ ઘટના અંગેન જાણકારી આપી રહ્યા છીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા અલી ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના દેખાવ માટે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. જ્યારે તે રસ્તા પર ડાન્સ કરી રહી હતી અને લોકો તેને ભિખારી સમજીને પૈસા આપવા લાગ્યા. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.
સારા અલી ખાને એકવાર ઝૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે એક દિવસ મારા માતા અને પિતા મને અને મારા ભાઈને શોપિંગ માટે લઈ ગયા હતા.
સારાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તે બંને એક દુકાનમાં સામાન ખરીદી રહ્યા હતા, ત્યારે હું ઈબ્રાહિમ અને અમારા હાઉસ હેલ્પ સાથે તેમની રાહ જોઈ રહી હતી. એટલામાં શું થયું મને ખબર નથી અને મેં ત્યાં ડાન્સ કરવાનું શરૂ કર્યું અને લોકોને લાગ્યું કે હું ભીખ માંગી રહી છું. તેથી તેમણે મને પૈસા આપવાનું શરૂ કર્યું હતું.
પછી જ્યારે પેરેન્ટ્સ બહાર આવ્યા તો અમારા હાઉસ હેલ્પે કહ્યું કે સારા ડાન્સ કરતી વખતે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, તેથી લોકોએ તેને પૈસા આપ્યા. પરંતુ મારી માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તે ક્યુટ નથી ભીખારી લાગી રહી છે તેથી લોકોએ તેને પૈસા આપ્યા હતા.
નોંધનીય છે કે સારા અલી ખાન વિકી કૌશલ સાથે તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ આ કપલ રાજસ્થાનના એક ગામમાં પહોંચ્યું હતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.