Sara Ali Khan : પોતાની આ હરકતના કારણે સ્કૂલમાંથી સસ્પેન્ડ થવાની હતી સારા અલી ખાન

સારા અલી ખાન એ સ્ટારકિડ છે, જેણે માત્ર પડદા પર જ નહીં પણ રિયલ લાઈફમાં પણ પોતાના સ્વભાવથી લોકોનું દિલ જીત્યું છે.પરંતુ આજે અમે તમને તેનો એક એવો કિસ્સો જણાવી રહ્યા છીએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
સારા અલી ખાન એ સ્ટારકિડ છે, જેણે માત્ર પડદા પર જ નહીં પણ રિયલ લાઈફમાં પણ પોતાના સ્વભાવથી લોકોનું દિલ જીત્યું છે.પરંતુ આજે અમે તમને તેનો એક એવો કિસ્સો જણાવી રહ્યા છીએ.
2/8
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને તેના ટૂંકા કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સારા સ્ક્રીન પર દરેક પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવે છે, તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બબલી છે.
3/8
સારા સોશિયલ મીડિયા પર સતત પોતાના જીવનની અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ આજે અમે તમને સારાના જીવનનો એ કિસ્સો જણાવી રહ્યા છીએ જ્યારે તેણીને તેની મસ્તી ના કારણે શાળામાં ઠપકો સાંભળવો પડ્યો હતો.
4/8
આ વાતનો ઉલ્લેખ ખુદ સારા અલી ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે સ્કૂલમાં પ્રૅન્ક કરવું તેના માટે ઘણું મુશ્કેલ હતું. વાસ્તવમાં તેણે ક્લાસમાં પંખા પર ઘણો ગુંદર લગાવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે પંખો ચાલુ કરવામાં આવ્યો ત્યારે આખા ક્લાસમાં ગુંદર ફેલાઇ ગયો હતો.
5/8
આ પ્રૅન્ક પછી સારાને તેના પ્રિન્સિપાલે ઘણો ઠપકો આપ્યો હતો. જો કે, પ્રિન્સિપાલે તેને સસ્પેન્ડ કરી નહોતી અને ફક્ત ચેતવણી આપીને તેને ઘરે મોકલી દીધી હતી.
6/8
નોંધનીય છે કે સારાએ વર્ષ 2018માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી છેલ્લી વખત વિકી કૌશલ સાથે 'ઝરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી.
7/8
સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહની પુત્રી છે. સારાને એક ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Sponsored Links by Taboola