Pictures: ઇજાના સમાચારો વચ્ચે કિંગ ખાન શાહરૂખ પહેલીવાર એરપોર્ટ પર દેખાયો, નાક પર ન હતી બાંધી પટ્ટી, જુઓ....
Shah Rukh Khan: બૉલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન યૂએસના લૉસ એન્જલસમાં શૂટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ હતા, અને તેને સર્જરી પણ કરાવી હતી. વળી, ઇજા બાદ પહેલીવાર શાહરૂખ એરપોર્ટ પર સ્પૉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાન લૉસ એન્જલસમાં શૂટ દરમિયાન ઇજાગ્રસ્ત થયાના સમાચાર પછી તેના ફેન્સ નારાજ થઈ ગયા હતા. જોકે, બુધવારે સવારે કિંગ ખાન એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ રહ્યો હતો.
શાહરૂખ એરપોર્ટ પર દેખાયો આ દરમિયાન તેને વાદળી રંગનો સ્વેટશર્ટ, વાદળી ડેનિમ અને કાળી કેપ પહેરી હતી. તેના નાક પર કોઈ દેખાતી પટ્ટી બાંધેલી ન હતી કારણ કે અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેને ઈજા થઈ હતી.
એરપોર્ટ પર ક્લિક કરીને શાહરૂખ ખાન એકદમ ફ્રેશ લાગી રહ્યો હતો, આ દરમિયાન પેપ્સે તેની ઉગ્રતાથી તસવીરો પણ ક્લિક કરી હતી.
શાહરૂખ ખાન સાથે પોતાની પત્ની ગૌરી ખાન અને નાનો દીકરો અબરામ ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ દરમિયાન ગૌરી બ્લૂ કલરના મિડી ડ્રેસ અને બ્લેઝરમાં જોવા મળી હતી. તેને કાળા ગૉગલ્સ પણ પહેરેલા હતા.
વળી, ગૌરી અને શાહરૂખ ખાનનો નાનો દીકરો અબરામ ખાન કેઝ્યૂઅલ ડ્રેસમાં જોવા મળ્યો હતો. અબરામ તેની માતા ગૌરીનો હાથ પકડીને જોવા મળ્યો હતો.
બીજીબાજુ કિંગ ખાનને સંપૂર્ણ રીતે સ્વસ્થ જોઈને હવે તેના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.