Mannat: 23 વર્ષ પહેલા મુંબઈમાં શાહરુખ ખાને ખરિદ્યો હતો આલીશાન બંગલો, 'મન્નત' નહીં આ હતું અસલી નામ

Shah Rukh Khan House: શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. અભિનેતા પાસે ન તો ખ્યાતિની કમી છે નતો સંપત્તિન. શાહરૂખ પાસે કરોડોનું ઘર, મોંઘી કાર અને બેંક બેલેન્સ છે.

શાહરૂખ ખાનનો મુંબઈમાં એક આલીશાન બંગલો છે જેને દુનિયા 'મન્નત'ના નામથી ઓળખે છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે 'મન્નત'નું અસલી નામ કંઈક બીજું હતું.

1/7
શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને બે પુત્રો આર્યન અને અબરામ સાથે 'મન્નત'માં રહે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, 'મન્નત'ને શાહરૂખ ખાને વર્ષ 2001માં ખરીદ્યો હતો.
2/7
27,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ છ માળનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. આજે પણ લોકો તેને જોવા આતુર છે. આ ઘરને સજાવવાનો શ્રેય ગૌરી ખાનને જાય છે જે વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે.
3/7
શાહરૂખ ખાને જ્યારે આ બંગલો ખરીદ્યો ત્યારે તેનું નામ 'મન્નત' નહીં પરંતુ 'વિલા વિયેના' હતું. બાદમાં કિંગ ખાને તેનું નામ 'મન્નત' રાખ્યું. 'મન્નત' એ ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ 'પ્રાર્થના' થાય છે.
4/7
ગૌરી ખાને 'મન્નત'ને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. ઘરની બહારથી અંદર સુધી તેને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. 'મન્નત'ના પ્રવેશદ્વાર પર એક ગ્લાસ ક્રિસ્ટલ નેમ પ્લેટ છે જ્યાં શાહરૂખ ખાનના ચાહકો અવારનવાર ફોટો ક્લિક કરાવે છે.
5/7
'મન્નત'ના ઈન્ટિરિયરની વાત કરીએ તો, ક્રીમ દિવાલો સાથે બ્રાઉન ફર્નિચર વડે ઘરને ક્લાસી લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોલ્ડન મિરર્સ અને આઉટલાઈન્સ ઘરની સુંદરતામાં વધારો કરે છે.
6/7
બેડરૂમમાં કાળી દિવાલો અને સફેદ બેડ સાથે આધુનિક ટચ આપવામાં આવ્યો છે. દિવાલો સુંદર ચિત્રો સાથે શણગારવામાં આવી છે. આ રીતે શાહરૂખ ખાને પોતાના ડ્રીમ હાઉસને શણગાર્યું છે.
7/7
ફોર્બ્સ અનુસાર, શાહરૂખ ખાન ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. તે એક ફિલ્મથી 150 થી 250 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને તેની કુલ સંપત્તિ 6400 કરોડ રૂપિયાથી વધુ છે.
Sponsored Links by Taboola