Rolls Royce Phantom થી લઇને Bentley સુધી, આ લક્ઝરી કારમાં સફર કરે છે બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન એક્ટિંગની સાથે સાથે મોંઘી કારનો પણ શોખીન છે. તાજેતરમાં તેણે રોલ્સ રોયસ કુલિનન ખરીદી છે, પરંતુ તે પહેલા પણ તેણે અને મોંઘી કારની ખરીદી કરી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ - શાહરૂખ ખાનના ગેરેજમાં રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપનો સમાવેશ થાય છે. જે 6.8-લિટર એસ્પિરેટેડ V12 પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કારની કિંમત 4 કરોડથી 10.5 કરોડ રૂપિયા સુધીની છે.
Bentley Continental GT - શાહરુખ ખાન અદભૂત રીતે ડિઝાઇન કરાયેલ Bentley Continental GTનો માલિક છે જે 4.0L ટ્વીન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન ધરાવે છે. તેની રેન્જ રૂ. 3.29 કરોડથી રૂ. 4.04 કરોડ છે.
BMW 7 સિરીઝ - આ સિવાય શાહરૂખ ખાન BMW 7 સિરીઝનો માલિક પણ છે. આ પણ એક શાનદાર કાર છે. જેમાં 6.0 લીટર V12 એન્જિન છે. તેની કિંમત પણ કરોડોમાં છે.
Audi A8 L - શાહરૂખ ખાન પાસે પણ તેની કારમાં Audi A8 L છે. જેમાં 4.2-લિટર V8 ઓયલ બર્નર છે. તેની કિંમત પણ કરોડોમાં છે.
લેન્ડ રોવર રેન્જ રોવર સ્પોર્ટ - આ સ્ટાર્સની ફેવરિટ કાર છે. શાહરૂખ પાસે આ કાર સફેદ રંગની છે. જે 5.0-લિટર સુપરચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન સાથે આવે છે.
ટોયોટા લેન્ડ ક્રુઝર - અભિનેતા ઘણી વખત આ કારમાં મુસાફરી કરતો જોવા મળ્યો છે. જે 3.0L, V6 એન્જિન સાથે આવે છે. તેની કિંમત 1.64 કરોડથી 1.84 કરોડની વચ્ચે છે.
મિત્સુબિશી પજેરો - શાહરૂખ ખાનના ગેરેજમાં આ સૌથી જૂની SUV છે. જેનો ઉપયોગ મોટાભાગના લોકો ઓફ-રોડ ડ્રાઇવિંગ માટે કરે છે. આ કારમાં 2.8 લિટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.
હ્યુન્ડાઈ ક્રેટા - ભારતમાં હ્યુન્ડાઈના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી કોરિયન કાર કંપનીએ અભિનેતાને હ્યુન્ડાઈ કારથી સન્માનિત કર્યો હતો તેમાં હ્યુન્ડાઈ ક્રેટા પણ છે. Hyundai Cretaને 1.5-લિટર પેટ્રોલ અને 1.4-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે.