Shah Rukh Khan Airport Look: એરપોર્ટ પર શાહરૂખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ઓલ-બ્લેક લૂકમાં ડેશિંગ લાગ્યો કિંગ ખાન

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
શાહરૂખ ખાન પોતાની કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. ફરી એકવાર શાહરૂખ ખાને પોતાની એન્ટ્રીથી લોકોને દિવાના બનાવી દીધા છે.

આ વાયરલ તસવીરોમાં કિંગ ખાન બ્લેક લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ચાહકો તેના શાનદાર લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
શાહરૂખ ખાને બ્લેક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરની સાથે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે શાહરૂખ ખાને સફેદ શૂઝ પહેર્યા છે.
આ પહેલા પણ કિંગ ખાન આ શૂઝમાં જોવા મળ્યો છે. અભિનેતાની એક ઝલક મેળવવા એરપોર્ટ પર ચાહકોની ભીડ જોવા મળી હતી. શાહરૂખ ખાન એરપોર્ટ પર કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો.