Shilpa Shetty Net Worth: ફિલ્મોની સાથે બિઝનેસથી પણ કરોડોની કમાણી કરે છે શિલ્પા શેટ્ટી, જાણો નેટવર્થ
Shilpa Shetty: શિલ્પા શેટ્ટી માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ અલગ-અલગ બિઝનેસ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. આજે અમે તમને તેમની નેટવર્થ વિશે માહિતી આપી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની નેટવર્થ કરોડોમાં છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ તે કુલ 134 કરોડ રૂપિયાની માલિક છે.
શિલ્પા શેટ્ટી મુંબઈની ખૂબ જ પ્રખ્યાત રેસ્ટોરન્ટ Bastian ની માલિક છે. વર્ષ 2019માં તેણે આ હોટેલ ચેઈનનો 50 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
વર્ષ 2022 માં, શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ VFX ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેણે સંદીપ માને સાથે મળીને SVS સ્ટુડિયોની સ્થાપના કરી છે. આ સ્ટુડિયોમાં ફિલ્મને લગતી વિઝ્યુઅલ ઈફેક્ટ પર કામ કરવામાં આવે છે. શિલ્પાએ આ બિઝનેસમાં કુલ 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
શિલ્પા શેટ્ટી ડ્રીમએસએસ નામની પોતાની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે. તેણે આ બ્રાન્ડની શરૂઆત વર્ષ 2020માં કરી હતી. આ સિવાય ફિટનેસ એપ પણ તેની આવકનો સ્ત્રોત છે.
શિલ્પા ઘણી પ્રખ્યાત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
આ સિવાય શિલ્પા રિયાલિટી શો અને Mamaearth, WickedGud જેવી બ્રાન્ડ્સ જેવી અનેક બિઝનેસમાં રોકાણ કરીને ઘણી કમાણી કરી રહી છે.(તમામ તસવીરો સોશિયલ મીડિયા)