Sholay Completes 49 Years: 'શોલે' માટે અમિતાભ-ધર્મેન્દ્રએ લીધી હતી મોટી ફી, જાણો પુરી સ્ટાર કાસ્ટને કેટલી મળી રકમ
અમિતાભ બચ્ચન- 'સદીના મહાનાયક' અમિતાભ બચ્ચને 'શોલે'માં 'જય'ની ભૂમિકા ભજવી હતી. શોલે માટે બિગ બીને 1 લાખ રૂપિયા ફી મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધર્મેન્દ્ર- પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ 'શોલે'માં 'વીરુ'નું પાત્ર ભજવ્યું હતું. આ રોલ માટે ધર્મેન્દ્રને 1.5 લાખ રૂપિયા મળ્યા હતા.
અસરાની- બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા અસરાની 'શોલે'માં અંગ્રેજો કે જમાને કે જેલર તરીકે પ્રખ્યાત હતા. આ રોલ માટે તેને 15 હજાર રૂપિયાની ફી મળી હતી.
જયા બચ્ચન- પીઢ અભિનેત્રી જયા બચ્ચન પણ 'શોલે' જેવી આઇકોનિક ફિલ્મનો ભાગ હતી. નિર્માતાઓએ તેને 35 હજાર રૂપિયા ફી ચૂકવી હતી.
સંજીવ કુમાર- દિવંગત અભિનેતા સંજીવ કુમારને 'ઠાકુર'ની ભૂમિકા માટે નિર્માતાઓએ 1,25,000 રૂપિયાની ફી ચૂકવી હતી.
હેમા માલિની- હિન્દી સિનેમાની 'ડ્રીમ ગર્લ' એટલે કે હેમા માલિની 'બસંતી'ના રોલમાં લોકપ્રિય હતી. હેમાની ફી 75 હજાર રૂપિયા હતી.
અમજદ ખાન- અમજદ ખાનને 'શોલે' માટે 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. તેણે શોલેમાં 'ગબ્બર સિંહ'ની આઇકોનિક ભૂમિકા ભજવી હતી.
વિજુ ખોટે- વિજુ ખોટેએ શોલેમાં 'કાલિયા' નામનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ માટે તેને 2500 રૂપિયા મળ્યા હતા.