In Pics: Shraddha Kapoorએ શેર કરી પોતાની નવી હેર સ્ટાઈલની તસવીરો, સુપરક્યુટ લૂકના દિવાના થયા ફેન્સ
અભિનેત્રી શ્રદ્ધા કપૂર અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને લાઈફની લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ તેણે એક નવી પોસ્ટ શેર કરી છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. શ્રદ્ધાએ હાલમાં જ એક નવો હેરકટ કરાવ્યો છે અને તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
શ્રદ્ધાએ નવી હેરસ્ટાઈલમાં પોતાની કેટલીક નવી તસવીરો અપલોડ કરી હતી અને ચાહકોનો અભિપ્રાય પૂછ્યો હતો.
શ્રદ્ધાએ ફ્રિન્જ હેરકટ કર્યો હતો, જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી છે.
ડેનિમ જીન્સ અને બ્રાઉન ટોપ પહેરીને શ્રદ્ધા કેઝ્યુઅલ લુકમાં સુંદર લાગી રહી હતી.
શ્રદ્ધાએ પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું, નવી હેરસ્ટાઈલ !! લાઈક કે લવ??? તેની તસવીર પર કોમેન્ટ કરનાર સૌપ્રથમ કોમેડિયન ભુવન બામ અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા હતી.
આ પછી ચાહકો તરફથી બેક ટુ બેક મનમોહક કોમેન્ટ્સ આવી હતી જેમાં, એક યુઝરે લખ્યું કે, હું હવે તમારી આ હેરસ્ટાઈલ કોપી કરીશ.
એક પ્રશંસકે એમ પણ લખ્યું કે, તમે શા માટે પૂછો છો કે લાઇક અથવા લવ એ વિકલ્પ નથી કારણ કે મારું દિલ તો પહેલેથી જ તમારું છે.