Photo: શુભમન ગિલની બહેન ખૂબસુરતીમાં આપે છે દિગ્ગ્જ અભિનેત્રીઓને ટક્કર, જુઓ તસવીરો
ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ પણ સુંદરતાના મામલે બોલિવૂડની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તરફ ભારતીય ક્રિકેટમાં આગામી સુપરસ્ટાર ખેલાડી તરીકે શુભમન ગિલનું નામ સૌથી પહેલા આવી રહ્યું છે. બીજી તરફ સ્ટાર ઓપનિંગ બેટ્સમેનની બહેન શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. શાહનીલ પોતાની સુંદરતાના મામલે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. (તસવીર – સોશિયલ મીડિયા)
શુભમન ગિલની બહેન વિશે વાત કરીએ તો તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જોકે શાહનીલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 55 હજારથી વધુ ફોલોઅર્સ છે. શાહનીલને રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ છે જે તેની પોસ્ટ દ્વારા જાણીતી છે. (તસવીર – સોશિયલ મીડિયા)
શાહનીલ ગિલની સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ફેશન લવર છે અને તેથી જ તે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે તેની પાસે કપડાંનું શ્રેષ્ઠ કલેક્શન છે. (તસવીર – સોશિયલ મીડિયા)
જણાવી દઈએ કે શાહનીલ સિવાય શુભમન ગિલની બીજી બહેન છે જેનું નામ સિમરન સિદ્ધુ છે. જોકે સિમરન તેની બહેન શાહનીલની જેમ સોશિયલ મીડિયાની લાઇમલાઇટમાં નથી રહેતી. બીજી તરફ, શુભમન ગિલ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેના પિતાનું સ્વપ્ન હતું કે તેનો પુત્ર ક્રિકેટર બને. (તસવીર – સોશિયલ મીડિયા)
શુભમન ગિલ હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. જો કે તેને પ્રથમ બે મેચમાં ટીમમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ બધાને આશા છે કે કેએલ રાહુલના ખરાબ ફોર્મના કારણે ગિલને ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. (તસવીર – સોશિયલ મીડિયા)