Shweta Tiwari: જ્યારે શ્વેતા તિવારીએ પુત્રી પલકના મિત્ર સાથે ઘરમાં ચોરીછૂપીથી કર્યું આ કામ, જાણીને તમે પણ ચોંકી જશો
શ્વેતા તિવારીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ થી કરી હતી. પહેલા જ શોથી અભિનેત્રી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી, તે ઘણા હિટ શોમાં જોવા મળી, આ સાથે તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતા તિવારી ઘણીવાર પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે. તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ એવું રહસ્ય ખોલ્યું જેને સાંભળીને બધાને નવાઈ લાગી.
વાસ્તવમાં, શ્વેતાએ ખુલાસો કર્યો છે કે, તેના આગામી પ્રોજેક્ટ માટે તેણે પુત્રી પલકની મિત્ર પાસેથી સ્મોકિંગ શીખી છે. શ્વેતાએ કહ્યું કે બહુ જલ્દી તે એક પ્રોજેક્ટમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળવાની છે. જેમાં તેમને ધૂમ્રપાન પણ કરવું પડે છે. પરંતુ તેણે આ પહેલા ક્યારેય આવું કર્યું ન હતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન હતી.
અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે મારી પુત્રીને આ વિશે ખબર પડી તો તેણે મને કહ્યું કે જો તમારે કરવું જ હોય તો પરફેક્શન સાથે કરો. પછી પલક એ તેના એક મિત્રને ઘરે બોલાવ્યો અને તેણે મને ધૂમ્રપાનની ટેકનિક જણાવી.
શ્વેતાએ જણાવ્યું કે, પલકના મિત્રએ મને કહ્યું કે, ચાલો ધૂમ્રપાન કરવા નીચે જઈએ,, પરંતુ મેં તેને ના પાડી દીધી કારણ કે, બહાર તો લોકો મને જોઈ લેત. આ પછી અમે ઘરની બાલ્કનીમાં ગયા અને ત્યાં ધૂમ્રપાન કરવા લાગ્યા.
પરંતુ ત્યારે જ મારી માતાને ધુમાડાની દુર્ગંધ આવી અને બૂમ પાડી કે મારા ઘરમાં કોણ ધૂમ્રપાન કરે છે? પહેલા હું ખૂબ જ ડરી ગઈ હતી, પરંતુ પછીથી મેં તેમને મારા પ્રોજેક્ટ વિશે જણાવ્યું.