શ્વેતા તિવારીથી લઈને મલાઈકા અરોરા સુધીની આ અભિનેત્રીઓ ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે, જાણો શું છે તેનું રહસ્ય
મલાઈકા અરોરા 50 વર્ષની થઈ ગઈ છે પરંતુ અભિનેત્રી વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકાની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય તેના નિયમિત યોગ અને કસરત છે. તે પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે.
શ્વેતા તિવારી ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. શ્વેતા પણ વધતી જતી ઉંમર સાથે વધુ યુવા બની રહી છે. 44 વર્ષની ઉંમરે પણ શ્વેતા એકદમ ગ્લેમરસ છે.
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ ઉંમરને હરાવવામાં સફળ રહી છે. 57 વર્ષની ઉંમરમાં પણ માધુરી ખૂબ જ સુંદર લાગે છે.
કરિશ્મા કપૂર 50 વર્ષની છે પરંતુ અભિનેત્રી કોલેજ ગોઇંગ ગર્લ જેવી લાગે છે. કરિશ્માની સુંદરતા વધતી જતી ઉંમર સાથે નિખરી રહી છે.
સોનાલી બેન્દ્રે પણ બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે કે જેમના પર વૃદ્ધાવસ્થાની કોઈ અસર નથી થઈ રહી. સોનાલી 49 વર્ષની ઉંમરમાં પણ ઘણી નાની દેખાય છે.
શિલ્પા શેટ્ટી બોલીવુડની ફિટનેસ ક્વીન પણ છે. 49 વર્ષની ઉંમરે તે યુવા અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. શિલ્પા વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે.