Shweta Tripathi એ જ્યારે ડરતા ડરતા પિતાને કહી હતી એક્ટિંગની વાત, જવાબ સાંભળીને એક્ટ્રેસ પણ ચોંકી ઉઠી હતી
વેબ સીરિઝ મિર્ઝાપુર એક્ટ્રેસ ગોલુ ગુપ્તા એટલે કે શ્વેતા ત્રિપાઠી ઘણા વર્ષોથી એક્ટિંગ ફિલ્ડમાં છે. તેણે ઘણી ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમેઝોન પ્રાઇમની લોકપ્રિય વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ના પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ સીરિઝમાં ગોલુ ગુપ્તાનો રોલ કરનારી શ્વેતા ત્રિપાઠીએ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી એક ફેશન સ્ટુડન્ટ હતી જેને અભિનયમાં રસ હતો. ભણતર વચ્ચે તે અચાનક પોતાની ઈચ્છા માટે માયાનગરી પહોંચી ગઈ હતી.
સામાન્ય રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે એક્ટિંગનું નામ સાંભળીને ઘણા લોકો પોતાના બાળકોને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. જોકે, શ્વેતા ત્રિપાઠી આ બાબતમાં થોડી નસીબદાર નીકળી અને તેને આ માટે તેના પિતાનો સાથ મળ્યો હતો.
શ્વેતાએ પોતે એક વખત કહ્યું હતું કે તે તેના પિતાના કારણે અહી સુધી પહોંચી શકી છે. તેના કહેવા પ્રમાણે, જ્યારે તેણે તેના પિતાને અભિનયમાં કારકિર્દી બનાવવા વિશે કહ્યું ત્યારે તેમણે તરત જ કહ્યું હતું કે તું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કેમ જોડાઇ જતી નથી?'.
શ્વેતા ત્રિપાઠીએ કહ્યું કે તેણે આ વાત તેના પિતાને ડરના કારણે કહી હતી પરંતુ તેઓ સહેલાઈથી રાજી થઈ ગયા હતા.
એટલા માટે અભિનેત્રીએ પણ છેલ્લી ઘડીએ અભ્યાસ છોડીને કરિયર બદલવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2011માં તેણે ફિલ્મ 'તૃષ્ણા'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
તેને વાસ્તવિક ઓળખ ફિલ્મ 'મસાન'થી મળી હતી. તે 'હરામખોર' અને 'ગોન કેશ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
આ સિવાય તે ‘ધ ટ્રિપ’, ‘મિર્ઝાપુર’, ‘ધ ટ્રિપ સીઝન 2’ અને ‘લાખો મેં એક’ જેવી વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.