Sidharth Kiara Wedding: બોલીવૂડની મહેંદી ક્વિન વીણા નાગદા, કિઆરાના હાથમાં લગાવશે સિદ્ધાર્થના નામની મહેંદી, જાણો તેમના વિશે

Sidharth Kiara Wedding: બોલીવૂડની મહેંદી ક્વિન વીણા નાગદા, કિઆરાના હાથમાં લગાવશે સિદ્ધાર્થના નામની મહેંદી, જાણો તેમના વિશે

વીણા નાગદા

1/8
બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિઆરા અડવાણી લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સ્ટાર કપલ રાજસ્થાનમાં લગ્ન કરશે. આવી સ્થિતિમાં અમે તમને એવા લોકોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેઓ દુલ્હન કિઆરાના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી લગાવશે તેના વિશે.
2/8
બોલીવૂડ અભિનેત્રી કિઆરા અડવાણીના હાથ પર મહેંદી અન્ય કોઈ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સના ખાસ મહેંદી ક્વીન વીણા નાગડા મહેંદી લગાવશે.
3/8
મહેંદીના એક્સપર્ટ વીણા નાગડા એક સેલિબ્રિટી મહેંદી કલાકાર છે. જેઓ અગાઉ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ સહિત અનેક સુંદરીઓને તેમના સાજનના નામની મહેંદી લગાવી ચૂક્યા છે.
4/8
વીણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી અને કહ્યું કે તેઓ રાજસ્થાન જઈ રહ્યા છે. જેથી અટકળો છે કે તેઓ કિઆરાને મહેંદી લગાવશે.
5/8
અભિનેતા વરુણ ધવનની પત્ની નતાશા દલાલને પણ લગ્નમાં વીણા નાગડાને મહેંદી લગાવી હતી.
6/8
સેલિબ્રિટીઝને મહેંદી લગાવતી વખતે વીણા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે.
7/8
તમને જણાવી દઈએ કે વીણા માત્ર વાસ્તવિક જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ મહેંદી લગાવવા માટે નિર્માતાઓની પહેલી પસંદ છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola