13 વર્ષનું ફિલ્મ કરિયર, આપી ફક્ત ત્રણ હિટ, છતાં મોટા ફિલ્મ મેકર્સ કરે છે પસંદ
Birthday Special: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા 16મી જાન્યુઆરીએ પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને તેની અભિનય કારકિર્દીનો પરિચય કરાવીશું. જે ઉતાર-ચઢાવથી ભરેલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધાર્થ મલ્હોત્રાએ 2012માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે અભિનેતાને રાતોરાત સ્ટાર બનાવી દીધો. આ ફિલ્મમાં તેની એક્ટિંગની સાથે તેની સ્ટાઇલે પણ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે આજે સૌથી મોટા સિતારાઓ જેની ગણના થાય છે તેવા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના 13 વર્ષના કરિયરમાં 13 ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમાંથી માત્ર 3 ફિલ્મો જ હિટ થઈ છે. છતાં આજે તે મોટા ફિલ્મ નિર્માતાઓનો ફેવરિટ છે. બી-ટાઉનના ટોપ એક્ટર્સની યાદીમાં તેનું નામ સામેલ છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'એ બોક્સ ઓફિસ પર 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે સેમી હિટ ફિલ્મ હતી. તેની બીજી ફિલ્મ 'હસી તો ફસી' 2014માં આવી હતી, જેની સરેરાશ કમાણી 37.4 કરોડ રૂપિયા હતી.
ત્યારબાદ વર્ષ 2014માં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'એક વિલન' આવી જે તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 105.62 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને હિટ રહી હતી. આ પછી અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ 'બ્રધર્સ'માં જોવા મળ્યો હતો. જેનું 82.47 કરોડનું સારું કલેક્શન હતું, તે ફ્લોપ રહી હતી.
2016 માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ બે ફિલ્મો 'કપૂર એન્ડ સન્સ' માં કામ કર્યું જેણે 73.29 કરોડ રૂપિયાની કમાણી કરી અને 'બાર બાર દેખો', જેણે લગભગ 31.24 કરોડ રૂપિયાની કમાણી કરી, પરંતુ બંને ફ્લોપ રહી હતી.
આ પછી વર્ષ 2017માં સિદ્ધાર્થ 'અ જેન્ટલમેન'માં જોવા મળ્યો હતો. જે પણ ફ્લોપ સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 20.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ તે 'ઇત્તેફાક'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે માત્ર 30.21 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ એવરેજ હતી.
ત્યારબાદ વર્ષ 2018માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'અય્યારી' કરી હતી. આ ફિલ્મે 18.22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે ફ્લોપ રહી હતી. વર્ષ 2019માં તેની 'જબરિયા જોડી' પણ દર્શકોને પ્રભાવિત કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. આ ફિલ્મે અંદાજે 16.33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સિદ્ધાર્થની ફિલ્મ 'મરજાવાં' પણ 2019માં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે લગભગ 47.78 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ આ પણ ફિલ્મ એવરેજ રહી હતી.
આ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ' આવી જેને OTT પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં સિદ્ધાર્થની એક્ટિંગ લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મથી સિદ્ધાર્થ દેશનો ફેવરિટ એક્ટર બની ગયો. અભિનેતાની ફિલ્મ 'મિશન મજનૂ' પણ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ હતી.