Sidharth-Kiara Wedding: લગ્ન પછી આ ઘરમાં રહેશે કિયારા અડવાણી, સિદ્ધાર્થનું ઘર કોઈ સુંદર મહેલથી ઓછું નથી
આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને ગૌરી ખાન ડાઇનિંગ એરિયામાં એકસાથે પોઝ આપતા જોવા મળે છે. ગૌરી ખુરશી પર બેઠી છે ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ઉભો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરનો લિવિંગ રૂમ ઘણો લક્ઝુરિયસ છે. લિવિંગ રૂમમાં બ્રાઉન કલરનો સોફા સેટ રાખવામાં આવ્યો છે, તેની સાથે બેકગ્રાઉન્ડ વોલ પર આ સુંદર આર્ટ બનાવવામાં આવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરનો ડાઇનિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે. ડાઇનિંગ રૂમમાં બ્રાઉન અને ક્રીમ કલર્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરને સ્ટેટમેન્ટ લુક આપે છે.
'શેરશાહ' અભિનેતાના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર કોઈ સપનાના મહેલથી ઓછું નથી. કિયારા અડવાણી આ ઘરમાં દુલ્હન તરીકે પગ મુકવાની છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરમાં વોક ઇન ક્લોસેટ હાજર છે. આ તસવીરમાં 'શેર શાહ' અભિનેતા કબાટમાં અરીસા પાસે બેસીને પોઝ આપતો જોવા મળે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરમાં ઈન્ટરવ્યુ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ તસવીરમાં એક્ટર ખુરશી પર બેસીને ઈન્ટરવ્યુ આપતો જોવા મળે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને તેના ઘરની આ સેલ્ફી સ્પોટ પસંદ છે. કલાકારો ઘણીવાર આ જગ્યાએ મિરર સેલ્ફી લેતા હોય છે.