'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ

Singham Again Box Office Collection: બોલિવૂડ એક્ટર અજય દેવગનની દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.

ફોટોઃ સોશિયલ મીડિયા

1/7
Singham Again Box Office Collection: બોલિવૂડ એક્ટર અજય દેવગનની દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મની ઓપનિંગ શાનદાર રહી હતી અને ત્યાર પછી ફિલ્મે ઓપનિંગ વીકેન્ડ પર પણ જોરદાર કમાણી કરી હતી. પહેલા સોમવારે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ એક્શન થ્રિલરે તેની રિલીઝના ચાર દિવસમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.
2/7
'સિંઘમ અગેન'માં અજય દેવગન અને કરીના કપૂર ઉપરાંત અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં સલમાન ખાનનો પણ એક કેમિયો છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ભૂલ ભૂલૈયા 2 સાથે ટક્કર થઈ હતી. આમ છતાં 'સિંઘમ અગેન'એ ઓપનિંગ દિવસે 43.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
3/7
ફિલ્મે બીજા દિવસે 42.5 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 35.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સિંઘમ અગેન'એ તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 17.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
4/7
આ સાથે ચાર દિવસમાં 'સિંઘમ અગેન'ની કુલ કમાણી 139.25 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.'સિંઘમ અગેન'એ અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ અજય દેવગનના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
5/7
ઓપનિંગ વીકએન્ડ કલેક્શનમાં સિંઘમ અગેન (125 કરોડ)એ દંગલ (107 કરોડ), સંજુ (120 કરોડ), ટાઈગર ઝિંદા હૈ (114 કરોડ), પીકે (95 કરોડ) અને બજરંગી ભાઈજાન (102 કરોડ)ના રેકોર્ડ તોડી નાખ્યા છે. .
6/7
અજય દેવગનની ફિલ્મે પહેલા વીકેન્ડમાં કમાણીના મામલામાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્રને પાછળ છોડી દીધી છે. બ્રહ્માસ્ત્રે પહેલા વીકએન્ડમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે સિંઘમ અગેનનું પ્રથમ વીકેન્ડ કલેક્શન 125 કરોડ રૂપિયા છે.
7/7
'સિંઘમ અગેન'એ ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી કલ્કિ 2898 એડીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વાસ્તવમાં 'સિંઘમ અગેન'એ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. સિંઘમ અગેન બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.
Sponsored Links by Taboola