Christmas 2024: ઓસ્ટ્રેલિયામાં પતિ ઝહીર સાથે ક્રિસમસ મનાવી રહી છે સોનાક્ષી સિન્હા, શેર કરી તસવીરો
Sonakshi-Zaheer Christmas Celebration: અભિનેત્રી સોનાક્ષી સિંહા પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે વિદેશમાં ક્રિસમસ પર એડવેન્ચરથી ભરપૂર મજા માણી રહી છે, જેની એક ઝલક તેણે બતાવી છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને 6 મહિના થઈ ગયા છે અને તેઓ લગ્ન પછી વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. આ દિવસોમાં તે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઓસ્ટ્રેલિયા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ કપલે ફેન્સને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.
સોનાક્ષી-ઝહીર ઓસ્ટ્રેલિયાના ડેન્ટ્રી રેઈનફોરેસ્ટમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. ફોટામાં અભિનેત્રી આરામ કરતી જોવા મળે છે.
પોતાની એડવેન્ચરથી ભરપૂર ટ્રિપમાં કપલે બોટ ચલાવી અને ફોટોશૂટ કરાવ્યું હતું.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ પણ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. કપલે હેલિકોપ્ટરની અંદરથી પોતાનો ફોટો શેર કર્યો છે.
ઘણી તસવીરોમાં કપલ રેસ્ટોરન્ટમાં એન્જોય કરતા પણ જોઈ શકાય છે.
તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - 'મેરી ક્રિસમસ દરેકને. ડેનન્ટ્રી રેઈનફોરેસ્ટમાં રહેવું, બાઇક ચલાવવું, પેડલ બોર્ડિંગ, ડાઇવિંગ, તમામની ઉપરથી ઉડવું અને સુંદર દ્રશ્યો ખૂબ જ ગમ્યા હતા.