Sophie Choudryએ Varun Dhawan અને દિયા મિર્ઝા સાથે સેલિબ્રેટ કરી 'Gori Hai Kalaiyaan' સક્સેસ પાર્ટી
સોફી ચૌધરી હાલમાં જ તેનું નવું સોંગ 'ગોરી હૈ' લઈને આવી છે. સોફીના આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોફી ચૌધરી તેના કેટલાક મિત્રો સાથે આ ખુશીની ઉજવણી કરતી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોફીએ પ્રખ્યાત ગીત 'ગોરી હૈ કલાઇયાં' રિક્રિએટ કર્યું છે. તેણે તેને નવી રીતે રજૂ કરી અને તેમાં પોતાનો ટ્વિસ્ટ ઉમેર્યો હતો.
આ ટ્રૅક રિલીઝ થયાને થોડા જ દિવસો થયા છે અને સોફીને તેના પર પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. દરમિયાન, સોફીએ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
'ગોરી હૈ કલાઇયાં'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપનાર અન્ય સેલેબ્સમાં વીજે અનુષા, અભિનેત્રી દિયા મિર્ઝા, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
સોફી ચૌધરી અને તેના મિત્રો ગીતની સફળતાનો ખૂબ આનંદ લેતા જોવા મળ્યા હતા. તમે તસવીરોમાં દરેકને મસ્તી કરતા અને ગીતના હૂક સ્ટેપ કરતા જોઈ શકો છો.
24 ઓગસ્ટના રોજ વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા સોફી ચૌધરીના ગીતને લોન્ચ કર્યું હતું. ટ્રેક લોન્ચ કરતી વખતે અભિનેતાએ સોફી સાથે વાતચીત કરી હતી.
તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોન્ચની ઝલક શેર કરતાં સોફીએ લખ્યું હતુ, વરુણ ધવને મારું નવું ગીત ગોરી હૈ #gorihai #varundhawan લૉન્ચ કર્યું.
સોફીએ ખુલાસો કર્યો હતો કે આ ગીત મૂળ બપ્પી લહેરીનું હતું. બપ્પી દાનો પુત્ર, મને ઘણા વર્ષોથી ઓળખે છે. તેમણે મને મેસેજ કર્યો હતો કે પપ્પાના વારસાને જીવિત રાખવા બદલ આભાર. તેમને આ ગીત ગમ્યું હોત.
સોફીએ મિત્રો સાથે પાર્ટી કરી હતી