Sobhita Dhulipala-Naga Chaitanya ની વેડિંગ ડેટ થઇ રિવીલ, આ જગ્યાએ સાત ફેરા લેશે કપલ, અહીં જાણો ડિટેલ્સ...
Naga Chaitanya Wedding Date: સાઉથ એક્ટર નાગા ચૈતન્ય ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ શોભિતા ધૂલિપાલા સાથે સાત વ્રત લેવા જઈ રહ્યો છે. ફેન્સ પણ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ આ લગ્ન સાથે જોડાયેલા કેટલાક નવા અપડેટ્સ સામે આવ્યા છે. જેમાં કપલના લગ્નની તારીખથી લઈને સ્થળ સુધીની તમામ બાબતો સામે આવી છે. વાંચો અમારો વિશેષ અહેવાલ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોભિતા-નાગાના લગ્ન ક્યાં થશે નાગા ચૈતન્ય અને શભિતા ધૂલિપાલાની સગાઈ થોડા સમય પહેલા થઈ હતી. હવે આ કપલ થોડા દિવસોમાં લગ્ન કરી લેશે. હાલમાં જ બંનેના લગ્નની તારીખ સામે આવી હતી.
મળતી માહિતી મુજબ, હવે આ કપલ ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરે પરંતુ હૈદરાબાદમાં જ શાહી લગ્ન કરશે. બંને ટ્રેડિશનલ સ્ટાઈલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને 4 ડિસેમ્બરે સાત ફેરા લેશે.
કપલના લગ્ન સ્થળનો ખુલાસો - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા અને શોભિતાના લગ્ન નાગાર્જુનના 'અન્નપૂર્ણા સ્ટૂડિયો'માં થશે. આ સ્ટુડિયોમાં કપલના લગ્નની તમામ વિધિઓ કરવામાં આવશે.
નાગા-ચૈતન્યના લગ્નમાં હાજરી આપશે આ મહેમાનો - લગ્નની તારીખ અને સ્થળની સાથે આ શાહી લગ્નમાં હાજરી આપનાર મહેમાનોની યાદી પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ લગ્નમાં નંદામુરી, દગ્ગુબાતી અને કોનિડેલા પરિવાર, ટોલીવુડના સુરેશ બાબુ, વેંકટેશ અને રાણા પણ જોવા મળશે.
પરિવાર અને ખાસ મિત્રો ઉપરાંત, ચૈતન્ય અને શોભિતાના સહ કલાકારો સહિત ઘણા રાજકારણીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ આ શાહી લગ્નમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
નાગા ચૈતન્ય અને શભિતા ધૂલિપાલાના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા અભિનેત્રી તેના પરિવાર સાથે ધાર્મિક વિધિ કરતી જોવા મળી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.