Stars Rejected In Audition: રણબીરથી લઇને દીપિકા સુધી, મોટી ફિલ્મો માટે રિજેક્ટ કરાયા હતા આ બોલિવૂડ સ્ટાર્સ

ફાઇલ તસવીર

1/8
Bollywood Stars Rejected In Audition: બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમને ઓડિશન દરમિયાન રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
2/8
'સાવરિયા' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર રણબીર કપૂર આજે લોકપ્રિય એક્ટરમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે મીરા નાયરની ફિલ્મ 'ધ રિલક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ' માટે રણબીરને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં પાકિસ્તાની અભિનેતા રિઝ અહેમદને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો.
3/8
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણને માજિદ મજીદીની 2017માં આવેલી ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ' માટે રિજેક્ટ કરવામાં આવી હતી.
4/8
આ ફિલ્મ માટે અભિનેત્રીનો લુક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. જેના ફોટા ઓનલાઈન લીક થયા હતા. બાદમાં માલવિકા મોહનને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી.
5/8
આલિયા ભટ્ટે વર્ષ 2012માં ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
6/8
ઘણા ઓછા લોકો જાણે છે કે આલિયાએ અગાઉ વર્ષ 2009માં ફિલ્મ 'વેક અપ સિડ' માટે ઓડિશન આપ્યું હતું. તે સમયે આલિયાની ઉંમર માત્ર 16 વર્ષની હતી. જેના કારણે તેને રિજેક્ટ કરવામાં આવી હતી.
7/8
'ઉરી', 'સરદાર ઉધમ' જેવી હિટ ફિલ્મો આપનાર વિકી કૌશલે હંમેશા પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે.
8/8
2013માં આવેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' માટે વિક્કીને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં આ ફિલ્મ ફરહાન અખ્તરને મળી હતી.
Sponsored Links by Taboola