રાધિકા મર્ચન્ટ જ નહી બોલિવૂડના આ સ્ટાર્સનું પણ દુબઇમાં છે ભવ્ય ઘર, લિસ્ટ જોઇ ચોંકી જશો
Stars Who Have Homes In Dubai: આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેમણે માત્ર મુંબઈ કે ભારતમાં જ નહીં પરંતુ દુબઈમાં પણ ઘર ખરીદ્યા છે. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાન- આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનનું છે. મુંબઈમાં કરોડોની કિંમતનો બંગલો હોવા ઉપરાંત તેની પાસે દુબઈમાં આલીશાન ઘર પણ છે.
શિલ્પા શેટ્ટી – બી-ટાઉનની ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નામ પણ આ લિસ્ટમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, લગ્ન બાદ શિલ્પાને તેના પતિ રાજ કુન્દ્રાએ દુબઈમાં એક આલીશાન ઘર ગિફ્ટ કર્યું હતું. જો કે હવે એવા પણ અહેવાલ છે કે અભિનેત્રીએ પોતાનું ઘર વેચી દીધું છે.
અનિલ કપૂર - બોલિવૂડના અભિનેતા અનિલ કપૂર વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આજે તે કરોડોની સંપત્તિના માલિક છે. અભિનેતા પાસે મુંબઈ ઉપરાંત દુબઈમાં પણ 2 BHK ફ્લેટ છે.
સોહેલ ખાન - સલમાન ખાનનો ભાઈ અને અભિનેતા સોહેલ ખાન ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ લક્ઝરી લાઈફ જીવે છે. અભિનેતાની દુબઈમાં લક્ઝુરિયસ પ્રોપર્ટી પણ છે.
સલમાન ખાન - બી-ટાઉનના દબંગ અભિનેતા સલમાન ખાન પણ આ યાદીમાં છે. સલમાન ખાનનું દુબઈમાં પણ એક લક્ઝરી હાઉસ છે. જ્યાં તે અવારનવાર પોતાના પરિવાર સાથે વેકેશન માણે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન - બચ્ચન પરિવારની વહુ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયે પણ તેના પતિ અભિષેક બચ્ચન સાથે દુબઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો છે.