Suhana Khan Birthday: ગ્લેમરસ છે શાહરૂખ ખાનની દીકરી સુહાના, જુઓ તસવીરો
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનો આજે બર્થ-ડે છે. સુહાના ખાન આજે 22મો જન્મદિવસ ઉજવી રહી છે. સુહાના ખાનની ફેન ફોલોઇંગ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. બોલિવૂડ ડેબ્યૂ અગાઉ સુહાના ખાન ફેન્સની ફેવરિટ થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુહાના ખાન ફિલ્મ 'ધ આર્ચીઝ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરશે. સુહાનાની તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. ફેન્સને સુહાનાની ફેશન સેન્સ અને તેની ગ્લેમરસ સ્ટાઈલ ગમે છે.
સુહાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. બિકીનીથી લઈને સાડી સુધી, સુહાના દરેક લુકમાં બોલ્ડ લાગે છે. સુહાનાના જન્મદિવસ પર સેલેબ્સ સહિત તેના લાખો ચાહકો તેને ખાસ રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
ઇન્સ્ટાગ્રામ પર સુહાનાના 2.7 મિલિયન ફોલોઅર્સ છે. સુહાના ફિલ્મ આર્ચીઝથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મનો સુહાનાનો લુક પણ સામે આવ્યો છે, જે ચાહકોને પસંદ આવી રહ્યો છે.
સુહાનાની ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સુહાના ખાન, ખુશી કપૂર ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની આ ફિલ્મથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
All Photo Credit: Instagram